Abtak Media Google News

ચાલુ વર્લ્ડકપમાં પ્રથમ મેચ 0-0 થી  ડ્રો થયો

વર્લ્ડકપના ગ્રુપ-સીના ડેન્માર્ક અને ફ્રાન્સ વચ્ચેનો મેચ 0-0 થી ડ્રો રહ્યો છે. ગઈકાલે લુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં બન્ને ટીમોમાંથી એક પણ ગોલ ફટકારી શકી નહોતી. ચાલુ વિશ્ર્વકપમાં આ એક માત્ર મેચ એવો રહ્યો છે જે 0-0 થી ડ્રો થયો છે. ૩ મેચમાંથી ૧ જીતી અન્ય ૨ ડ્રો કરી ડેન્માર્ક પાંચ પોઈન્ટ સોથી દ્વિતીય સ્થાને છે અને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ચૂકી છે.

Denmark-France2
denmark-france2

જયારે ફ્રાન્સ ૩ મેચમાંથી બે જીતી ૧ ડ્રો કરી ૭ પોઈન્ટ સાથે ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. આગામી ૩૦મીએ ફ્રાન્સ ગ્રુપ-ડીમાં દ્વિતીય નંબરમાં રહેલી ટીમ સાથે રમશે. તા.૧ જૂલાઈના રોજ ગ્રુપમાં સૌથી ઉંચા સ્થાન ધરાવનાર ટીમ સાથે ડેન્માર્ક ટકરાશે. હાલ તો ફ્રાન્સની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં અગાઉ થી જ જગ્યા બનાવી ચૂકી હોવાનું જાણવા મળે છે. ફ્રાન્સની સાથે સાથે ડેન્માર્ક પણ પોઈન્ટ સારા હોવાથી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી ચૂકયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.