Abtak Media Google News

વીવીપીના કોમ્પ્યુટર વિભાગ દ્વારા ઈ.આર.પી. એન્ટરપ્રેન્યોર રીસોર્સ પ્લાનર વિકસાવવામાં આવ્યો છે. સાથે જ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાપકોના માર્ગદશન હેઠળ તૈયાર થયેલ વીવીપી એનવીઝન એન્ડ્રોઈડ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.

ઈઆરપી તથા વીવીપી એનવીઝનનું ઉદઘાટન ગુજરાત ટેકનોલોજી યુનિ.ના કુલપતિ ડો. નવીનભાઈ શેઠના હસ્તે તથા વીવીપીના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટી તથા આયુર્વેદ યુનિ.ના કુલપતિ ડો.સંજીવભાઈ ઓઝા, વીવીપીના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર તથા ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરનાં પ્રિન્સીપાલ દેવાંગભાઈ પારેખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.

ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રદાન વિષય અને પ્રાસંગીક ઉદબોધન કરતાં જીટીયુના કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવેલ કે, દરેક દેશને પોતાનો ભવ્ય ઈતિહાસ એ હોય છે. અમેરિકાનો ઈતિહાસ ૪૦૦ વર્ષ જૂનો છે.

હડપ્પા ભારતીય સીવીલ એન્જીનીયરીંગના શ્રેષ્ઠ ઉદાહરણ છે. અંગકોર વોટ મંદિર ભારતીય આર્કિટેકચરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સુશ્રુત વિશ્વના પ્રથમ સર્જન હતા. સુશ્રુત સંહિતામાં ૧૨૯ સર્જન શાસ્ત્રોના ફોટા છે.

શૂન્યની શોધ ભારતે કરી હતી દશાંશ પધ્ધતિ ભારતે આપી. કણાદે અણુશાસ્ત્રમાં ઉલ્લેખનીય થીયરી આપી હતી વૈદિક ગણીત ભારતની દેન છે. ધાતુશાસ્ત્રમાં ભારત ખૂબ આગળ હતુ. નેવીગેશન અને નૌકાશાસ્ત્રમાં સૌથી મોટા વહાણ ભારત પાસે હતા.

પ્રાસંગીક ઉદબાષધન અને સ્વાગત પ્રવચન કરતા વીવીપીના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે ૧૯૬૯માં પહેલી વિજ્ઞાન નીતિ આવી જીવનમાં આગળ વધવાનો એકમાત્ર ઉપાય શિક્ષણ છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ તૈયાર વીવીપી એનવીઝમ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું પણ ડો. નવીનભાઈ શેઠના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

ઈ.આર.પી. અને એનવીઝન બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરનાં માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર વિભાગના વડા ડો. તેજસ પાટલીયા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વડા પ્રો. દર્શનાબહેન પટેલ વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમની જવલંત સફળતા બદલ વીવીપીના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆરે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.