Abtak Media Google News

રૂ૧૧.૫૭ કરોડની ગેરકાયદે સંપતિ ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરીની હોવાનો અરજી કરનાર વિરલગીરી ગોસ્વામીનો આક્ષેપ

આ અઠવાડીયામાં હાઇકોર્ટમાં સુનાવણી

રાજય સરકાર હસ્તકની ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન લી.ના ભૂતપૂર્વ ડ્રાઇવર પાસે આવક કરતા વધુ સંપતિ હોવાથી તેની વિરુઘ્ધ સીબીઆઇને તપાસ સોંપાઇ છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરનાર વિરલગીરી ગોસ્વામીએ આક્ષેપ મુકયો છે. કે ડ્રાઇવરની કરોડો રૂપિયાની સંપતિ છે જે આવક કરતા વધુ છે પણ આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા તપાસ જ કરાઇ નથી.

વિરલગીરી ગોસ્વામીની અરજીના પગલે હાઇકોર્ટે ગુજરાત સરકાર અને એસીબી પાસેથી જવાબ માંગ્યો છે આ અરજીમાં વિરલગીરી ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુરકાયદે વધુ સંપતિના કેસને સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવે  આ સાથે એ આરોપ પણ મુકયો છે કે, એસીબી દ્વારા આ કેસની તપાસ એટલા માટે પડતી મુકવામાં આવી છે ક. આ ૧૧.૫૭ કરોડ રૂપિયાની ડ્રાઇવરની સંપતિ હકીકતમાં ગુજરાતના ભુતપૂર્વ ચીફ સેક્રેટરીની છે.

જણાવી દઇએ કે ગુજરાત ગેસ કંપનીનો પૂર્વ ડ્રાઇવર ભરતગીરી ગોસ્વામી હતો જેની પાસે રૂ ૧૧.૫૭ કરોડ ની સંપતિ છે. અને તે આવક કરતાં વધુ છે જેથી એસીબીએ વર્ષ ૨૦૧૭ જાન્યુઆરીમાં ભરતગીરી વિરુઘ્ધ કેસ નોઘ્યો હતો. પરંતુ આ બાદ ભરતગીરીને ડ્રાઇવરમાંથી સીધા કલાસ ટુ અધિકારી બનાવી દેવાયા અને જે બાદ તેમણે સ્વૈચ્છીક નિવૃતિ લીધી તેમ અરજી કરનાર વિરલગીરીએ જણાવ્યું છે તેમણે અરજીમાં કહ્યું કે આ સંપતિ પૂર્વ ચીફ સેક્રેટરી ની હોવા પાછળ તેમની પાસે કેટલાક કારણો પણ છે પૂર્વ ચીફ સેક્રેટરીના ઇન્ફલુ અન્સના કારણે આ સમગ્ર કેસ ઠપ્પ થઇ ગયો છે જેથી હવે સીબીઆઇને તપાસ સોંપવા માંગ છે આ વિશે હાઇકોર્ટ આ સપ્તાહમાં સુનાવણી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.