Abtak Media Google News

લાલ પ્લાસ્ટીકના પાઇપમાં ડિજિટલ ઘડીયાળ લગાવી ફેકટરીના બાથરૂમમાં ટાઇમર બોમ્બ જેવો પદાર્થ લગાવનાર શખ્સની સીસીટીવી ફુટેજની મદદથી શોધખોળ

મેટોડા જીઆઇડીસીના ગેઇટ નંબર ૨ પાસેના સત્યાય ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનાના બાથરૂમમાં ટામઇમર બોમ્બ જેવો પદાર્થ મળી આવતા પોલીસના બોમ્બ સ્કવોટના સ્ટાફે બોમ્બને ડીસ્પોઝ કર્યો ત્યારે તેમાં એક્લોજીવ નહી પણ માટી હોવાનું બહાર આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

રાજકોટના નિલેશભાઇ ધીરૂભાઇ માંગરોલીયાના મેટોડા જીઆઇડીસીના પ્લોટ નંબર ૨૭૮૧માં આવેલા સ્તાય ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લીમીટેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નાથાભાઇ નારણભાઇ વારજીયાના ધ્યાને બોમ્બ આવતા સિક્યુરીટીમેનની મદદથી બોમ્બને ફેકટરી બહાર ફેંકી દીધા બાદ મેટોડા પોલીસને જાણ કરી હતી.

ફેકટરીમાંથી બોમ્બ મળી આવતા જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેટોડા દોડી ગયા હતા. ફેકટરીના તમામ સ્ટાફને દુર કરી બોમ્બના સ્થળે કોર્ડન કરી લીધા બાદ રાજકોટ શહેર અને જિલ્લાના બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડની મદદ લઇ વાગુદળની સીમમાં બોમ્બ લઇ જઇ ડિફયુઝ કર્યો હતો.

બોમ્બ સ્કવોડની તપાસ દરમિયાન પ્લાસ્ટીકના પાઇપમાં લાલ કલરની ટેપ લગાવી તેની સાથે ડીઝીટલ ઘડીયાર લગાવવામાં આવી હતી. પાઇપમાં એકસ્પોઝીવ નહી પણ માટી હોવાથી બોમ્બ નહી પણ બોમ્બની પ્રતિકૃતિ બનાવવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. બોમ્બની પ્રતિકૃતિ ફેકટરીમાં કોણે રાખી તે અંગેની તપાસ માટે ફેકટરીની જુદી જુદી જગ્યાએ લગાવવામાં આવેલા ૨૬૪ સીસીટીવી કેમેરાની મદદ લઇ એસઓજી સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.