Abtak Media Google News

જિલ્લાભરમાં ૯ માસથી ૧૫ વર્ષની વયના ૨.૯૮ લાખ બાળકોને ઓરી-રૂબેલા રસીકરણમાં આવરી લેવાશે

ગીર-સોમનાથ તા. -૧૬, હેલ્ધી ગીર સોમનાથની નેમ સાથે સમગ્ર રાજયની સાથે ગીર સોમના જિલ્લામાં ૨.૯૮ લાખ ૯ માસ થી ૧૫ વર્ષ  સુધિના બાળકોને ઓરી અને રૂબેલા (નુરબીબી)ની રસી આપવાનો આજી પ્રારંભ થયો છે. વેરાવળ સ્થિત ઇન્ડીયન રેયોન સ્કુલ ખાતેથી ગીર સોમના જિલ્લા કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકાર અશોક શર્માની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોને ઇન્જેકશની આપવામાં આવતી રસી મુકી ૫ સપ્તાહ સુધી કાર્યરત રહેનાર આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમા પ્રથમ દિવસે ૬૬૪૬ બાળકો આવરી લેવાયા હતા. સૌ નાગરિકો માતા-પિતા અને શાળાઓ તેમજ સ્વૈચ્છિક સેવા સંસઓને આ અભિયાનમાં સક્રિયતા દાખવી જિલ્લાનું ૯ માસ થી ૧પ વર્ષ સુધીનું એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણી વંચીત ન રહે તેવો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો. આરોગ્ય વિભાગના તાલીમબધ્ધ અધિકારીઓ/આરોગ્ય કર્મચારીઓ ધ્વારા આ રસી આપવામાં આવે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરત આચાર્યએ જણાવ્યુ હતુ.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આજી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાવ્યું છે. ર૦ર૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પરનું નિયંત્રણ એ સરકારનો ધ્યેય છે.

દેશના ર૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇન્જેકટેબલ રસિકરણ અભિયાનમાં ૯પ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે. ગુજરાતમાં ૯ મહિનાથી લઇને ૧પ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસિકરણમાં આવરી લેવાશે. અને તેમા ગીર સોમના જિલ્લાનુ ૯ માસ થી ૧૫ વર્ષ  સુધિના એક પણ બાળક વંચીત ના રહે તેની કાળજી લેવાશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીતેન્દ્ર બામરોટીયાએ જણાવ્યુ હતુ.આ અભિયાન અન્વયે પહેલા બે અઠવાડિયા જિલ્લાની ધોરણ-૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે. ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે.

એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.