Abtak Media Google News

તાત્કાલીક ધોરણે શહેરીજનોને પડતી મુશ્કેલી દૂર કરવા પૂર્વ વિપક્ષી નેતા સુભાષચંદ્ર પોપટની માંગ

ખંભાળિયામાં તા.૧૭ જુલાઈ ૨૦૧૮ના રોજ આરે ૧૬ થી ૧૭ ઈંચ જેટલો વરસાદ પડવાને કારણે શહેરના જુદા જુદા રાજમાર્ગો જેવા કે શહેરની મધ્યમાં આવેલ નગરગેઈટ, સ્ટેશન રોડ, મીલન ચાર રસ્તા, ગર્લ્સ સ્કુલ, જોધપુર ગેઈટ, નવાપરા, રાજડા રોડ તેમજ દુબઈ ઝવેરી બજાર અને દુધચકલાી હર્ષદ માતાજીના મંદિર ત્યાંથી મહાકાળી હોટલી પાંચહાટડી ચોકી ચોકસીનું દવાખાનું ત્યાંથી દાઉજીની હવેલી અને અન્ય પેટાગલીઓમાં વરસાદને કારણે કરોડો ‚પિયાના ભ્રષ્ટાચારી બનેલા રોડનું ધોવાણ થઈ ગયેલ હોય અને જયારે ડામર રોડ, સીસી રોડ, પેવર બ્લોક રોડના કોન્ટ્રાકટ આપવામાં આવેલ ત્યારે જે કાંઈ એગ્રીમેન્ટ યેલ હોય અને તેમાંયે ખાસ કરીને આ રોડની કેટલા સમયી ગેરંટી એગ્રીમેન્ટમાં દર્શાવવામાં આવેલ છે.

તેમજ એ સમયમર્યાદા પહેલા બહુ જ ટૂંકા ગાળામાં આવા રોડનું ધોવાણ થઈ ગયેલ હોય, તો તે અંગેની આવા કોન્ટ્રાકટરો ઉપર નગરપાલિકા શુંકાર્યવાહી કરશે ? તેમજ શહેરીજનોને મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે આવા ખાડા ખડબાવાળા અને જર્જરીત રોડને અગ્રતાક્રમ આપી વહેલામાં વહેલી તકે રીપેરીંગ કરી અવા મોરમ પારી અને શહેરીજનોને પડતી પારાવાર તકલીફનો વહેલાસર ઉકેલ આવે તે માટે તાત્કાલિક ધોરણે આ કાર્ય ઝડપી કરવા અમારી નમ્ર અરજ છે અને કોન્ટ્રાકટરો પાસેી વહેલામાં વહેલી તકે આ અંગેની જે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.