Abtak Media Google News

 રૂ ૧૧ હજારની રોકડ જપ્ત કરતી પોલીસ

શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ જાણે જુગારની મોમસ ફુલબહારમાં ખીલી હોય તેમ તોરણીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ રૂ ૧૧ હજારની રોકડ જપ્ત કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજી તાલુકાના તોરણીયા ગામે શંકરબાપાના મંદીરના મેદાનમાં જુગર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તોરણીયાના નીલેશ ઓઢભાઇ વાંક, હસમુખ ગોલુભા વાંક, અમશી મંગાભાઇ ચુડાસમા, ફરેણીના રમેશ પ્રભુભાઇ દેગામા, પરબડીના સુરેશ જીવાભાઇ સારીખડા, અર્જુન દિનેશભાઇ ડાંગર અને લુણાગરીના બટુક કાળાભાઇ શોખવા નામના શખ્સોને ઝડપી પટમાંથી પીએસઆઇ જે.વી.વાઢીયા, હેડ કોન્સ. વનજીભાઇ વસાણી, બાપાલાલા ચુડાસમાએ રૂ ૧૧ હજારની રોકટ જપ્ત કરી તેઓ વિરુઘ્ધ જુગાર ધારા ૧ર મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.