Abtak Media Google News

જામખંભાળીયા ખાતે ગણાત્રા હોલમાં આપણા પંથકના જાણીતા સામાજીક અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા આયોજીત કવિ સંમેલન તા.૨૨ જુલાઈ ૨૦૧૮ને રવિવારે યોજાયેલ હતું. જેમાં ૨૯ કવિઓ, કવિયત્રીઓ પોતાની રચનાઓનું પઠન કરેલ. પ્રારંભમાં દિપપ્રાગટયવિધિ નટુભાઈ ગણાત્રાની પૌત્રીઓ નિશુમિશુ તથા ઈશાબેને કરેલ ઉપસ્થિત સાહિત્ય રસિક જનતાએ અદમ્ય ઉત્સાહથી આ કાર્યક્રમને માણેલ ખંભાળીયાની ધરા ઉપર ઉજવાયેલ ભવ્યાતી ભવ્ય કવિ સંમેલનમાં મેહુલ ગઢવી, મંગળસિંહ જાડેજા, મુકેશભાઈ જાની, ભીખુભાઈ ઢેબર, નરોતમભાઈ હર્ષ,

નિર્મલાબેન ગોકાણી, વૈશાલીબેન રાડીયા, મહેકબેન તન્ના, જયોત્સનાબેન ભટ્ટ, કિરણબેન સરપદડીયા, ડો.રંજનબેન જોષી, દેહુતીબેન જોષી, ઉતમ શુકલ, પ્રણવભાઈ શુકલ, નટુદાન બારોટ, રાહુલભાઈ વ્યાસ, દિવ્યેશ ઘેડિયા, કમલેશ ગઢીયા, કેતન નંદાણીયા, ઉષાબેન બોડા, હર્ષદભાઈ વ્યાસ, હિતેષભાઈ, જીગર નિમાવત, રમેશભાઈ કણઝારીયા, વિનુભાઈ કોટેચા, નૈમીશભાઈ ગણાત્રા, જયેન્દ્રસિંહ જાડેજા, મનોજ બજરીયા, જગદીશ ગઢવી સહિતના કવિઓ કવિયત્રીઓ હોશપૂર્વક ભાગ લીધેલ હતો. નટુભાઈ ગણાત્રાના માર્ગદર્શનથી આ કવિ સંમેલન અને સાહિત્યક પ્રવૃતિ નવુ જોમ અને જુસ્સો પ્રાપ્ત થયેલ છે.

આપણા શહેરમાં સાહિત્ય ક્ષેત્રને દિશા મળે એવા ઉમદા હેતુ સભર કાર્યક્રમ યોજાયેલ હતો. કાવ્ય પાઠ દરમ્યાન દરેક કવિઓને ખુબ જ દાદ મળેલ હતી. આ કવિ સંમેલનમાં ભાગ લેનાર દરેક કવિઓને કવિયત્રીઓને નટુભાઈ ગણાત્રા દ્વારા સ્મૃતિ ચિન્હ તરીકે સુંદર બોલપેન આપવામાં આવેલ હતી. કવિ સંમેલન બાદ ખીચડી મનોરથ‚પે સહુએ ખિચડીઓસામણ નીવાનગી ગ્રહણ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.