Abtak Media Google News

હજારો ભક્તોએ પ્રગટ ગુરૂ પૂ.મહંત સ્વામી મહારાજે અર્પ્યું ગુરૂભક્તિ અર્ધ્ય

ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમા ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે છે કારણ કે વ્યાસજી સમગ્ર હિન્દુ સમાજના સનાતન ગુરૂ છે. તેમના દ્વારા રચાયેલા પુરાણો અને મહાભારત જેવા અદ્ભુત ગ્રંથો આજે પણ માનવજાતને પ્રેરણા આપી રહ્યા છે.

જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરૂ વિના કોઈ જ સફળતા સંભવિત નથી, તોઅધ્યાત્મ જેવી ગહનવિદ્યા તો ગુરૂ વિના કેવી રીતે સંભવી શકે ? સાચા ગુરૂ તો એ, જે અજ્ઞાનના અંધકારમાંથી જીવને જ્ઞાનના પ્રકાશમાં લઇ જાય. બી.એ.પી.એસ. ના લાખો ભક્તો માટે ગુરૂદેવ પ્રમુખ સ્વામી મહારાજ તથા વર્તમાન ગુરૂ મહંત સ્વામી મહારાજ એટલે સર્વેગુણો, સર્વેશાથો, સર્વેર્તીથી, સર્વેસંતો, સર્વે અવતારોનું મૂર્તિમાન સ્વરૂપ. ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ જે હાલ મહંત સ્વામી મહારાજ સ્વરૂપે સમગ્ર વિશ્વને સદાચારનો માર્ગ ચીંધી રહ્યા છે. સમસ્ત ભારતવર્ષ પોતાના ગુરૂનું પૂજન કરી શુભ પ્રેરણા મેળવે એ હિન્દુધર્મની પ્રણાલિકા છે.

આ પ્રણાલિકા અનુક્રમે બી.એ.પી.એસ. સંસના હજારો કેન્દ્રોની અંદર ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે પણ આ ઉત્સવ ધામધૂમપૂર્વક  ઉજવવામાં આવેલો હતો.

અષાઢી પૂર્ણિમા વ્યાસપૂર્ણિમા તરીકે પ્રસિધ્ધ છે. ગુરૂપૂર્ણિમા ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિ‚પે ઉજવવામાં આવે છે. કેમ કે વ્યાસજી સમગ્ર હિંદુ સમાજના આદી ગુરૂ છે. સાચા અનંત ગુણોના સાગર હોઈ છે, જે અજ્ઞાનના અંધકારમાંથી જીવને જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય છે. એવા સાચા ગુણાતીત ગુરૂ ના ઋણનું સ્મરણ કરવા, ગુરૂના ગુણગાન ગાવા અને ગુરુ પ્રાપ્તિનો કેફ ઘુંટવાનો અમૂલ્ય અવસર એટલે ગુરુપૂર્ણિમા !

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ દ્વારા ૨૭ જુલાઈ ૨૦૧૮ના રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવ પરંપરાગત રીતે ગાદીસન બોચાસણ ખાતે ગુરૂવર્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાી ઉજવાયો હતો. વહેલી સવારે બ્રહ્મમુહૃતમાં પ.પૂ.મહંત સ્વામી મહારાજે બોચાસણના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિનું ગુરૂપૂજન કરી ગુરૂભક્તિ અદા કરી હતી. ત્યારબાદ સ્વામીએ પ્રાત: પૂજા કરી આજના પવિત્ર દિવસે ગુરુના દર્શન કરવા તથાગુરૂભક્તિ અદા કરવા સમગ્ર ભારત દેશ અને વિશ્ર્વના અનેક દેશોમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો પધાર્યા હતા. ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા કરીને વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી.

આ પ્રસંગે ૫૦ હજાર ઉપરાંત હરિભક્તો-ભાવિકોએ “ગુરૂપૂર્ણિમા ઉત્સવનો લાભ લીધો હતો. આ પ્રસંગે સભા વ્યવસ, પાર્કિંગ, ટ્રાફિક કંટ્રોલ, મંદિર દર્શન વગેરે માટે ૨૦૦૦ ઉપરાંત સ્વયં સેવકો, કાર્યકરોએ સંતોના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થા સંભાળી હતી. ઉપસ્તિ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદના પેકેટ સભામાં પ્રવેશ સો જ આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.