Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુની મ.સા.ના સાંનિધ્યમાં ‘સદગુરૂ સમર્પણ’ અવસરની ભાવભેર ઉજવણી

રાજકોટ રોયલ પાકે સ્થાનકવાસી જૈન મોટા સંઘ,સી.એમ.શેઠ પૌષધ શાળા ઓમાનવાલા ઉપાશ્રય ખાતે ચાતુર્માર્સો પધારેલા પૂ. સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સહિત વિશાળ સાધ્વી વૃંદની પ્રેરક ઉપસ્થિતિમાં ડુંગર દરબાર પટાંગણ ખાતે ગત રવિવારના રોજ ગુરુ પૂર્ણિમા અંતર્ગત સદ્દગુરુ સમપેણ અવસર ભકિતભાવે સંપન્ન થયો.ગુરુ ભક્ત હિતેનભાઈ મહેતાના નિવાસ સ્થાનેથી દશેનીય શોભાયાત્રા નીકળી રાજકોટના રાજ માર્ગો ઉપર પ્રભુ મહાવીરના જય જયકાર સાથે ડુંગર દરબાર પટાંગણમાં ધમે સભામાં પરિવર્તિત થયેલ હતી.

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવનો ડુંગર દરબારમાં મંગલ પદાપેણ થયું ત્યારે અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા આગમ ગ્રંથ તેમજ સંયમના પાવન પ્રતિક સાથે સ્વાગત વધામણા કરવામાં આવ્યાં હતાં થતા રાજકોટના બહેનોએ વીર સ્તુતિ “પુચ્છિસુણંનું શ્રવણ કરાવતા વાતાવરણ દિવ્ય બની ગયેલ.

આ અવસરે શ્રદ્ધા પાત્ર પ્રેરણાદાતા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના ચરણ-શરણમાં ભક્તિભાવ અને અંતર અહોભાવની અભિવ્યક્તિ અર્પણ કરવા દેશ-વિદેશના હજારો ભાવિકો સો સમસ્ત રાજકોટ તથા અનેક અનેક ક્ષેત્રના શ્રી સંઘના પદાધિકારીઓ, મહિલા મંડળો, અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્નઆદિ અનેક અનેક મિશન્સના સભ્યો અનન્ય સમર્પણભાવ સાથે પધાર્યા હતાં.

આ અવસરે વિશાળ સંખ્યામાં સાધ્વીવૃંદે આગમગાાનું સામુહિક પઠન કરીને વંદના અર્પણ કરતાં અનેરા દ્રશ્યનું સર્જન થયું હતું, રાજકોટ લુક એન લનેના બાળકોએ “વિનય ધમેનું મૂળ છે,વિનિત શિષ્ય પામે મોક્ષનું દ્રાર વિષય ઉપર સુંદર પ્રસ્તુતિ કરેલ. નાના એવા અયવંતાકુમાર જેવા ચિં.વિધાન મલયભાઈ કોઠારીએ દશ વૈકાલિક સૂત્રની ગાથા હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ઉચ્ચારણ કરેલ. જીગરભાઈ શેઠે પોતાના જીવનમાં ગુરુદેવના પરિચયી આવેલ પરિવતેન જણાવેલ. અમદાવાદના રીટાબેને પોતાના ભાવો વ્યકત કરેલ. રાજકોટ લુક એન લનેના બાળકોએ શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઇ મ.સ.લિખીત “ચાતુર્માસની ક્ષણક્ષણનો સદ્દપયોગ કરજો નાટિકા અદભૂત રજૂ કરેલ હતું.

રાષ્ટ્રસંતને ઉપકારી ગુરુને સ્મૃતિ પટ પર લાવીને બોધ આપતાં કહ્યું હતું કે, જગત આખું જ્યારે મારક હોય ત્યારે ગુરુ એક એવું વ્યક્તિત્વ હોય છે જે આપણી માટે તારક બની જતું હોય છે. જેના અંતરમાં ગુરુની તારકતા અનુભવાતી હોય એવા ગુરુ ચાહે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય પરંતુ શિષ્યના હૃદયની સિદ્ધશીલા પર બિરાજમાન રહેતાં હોય છે. એવા ગુરુ ચરણમાં ગુરુને સૂરજ અને સ્વયંને રજ માનીને જે રહે છે, ગુરુ ચરણમાં જેની નમ્રતા ખીલે છે ત્યાં નિધિઓનું પ્રાગટ્ય કરવું ની પડતું પરંતુ થઈ જ જતું હોય છે.

ઉપસ્થિતિ ભાવિકોને રાષ્ટ્રસંતએ આ ગુરુપૂર્ણિમાંએ અન્ય કોઈ ભેટની અર્પણતા કરવા કરતાં અહંકાર શૂન્ય બનવાની અર્પણતા કરવા માટે ઘરના નોકર સાથે બેસીને એક જ થાળીમાં સાથે જમવાનો અનુરોધ કર્યો હતો. આ સમયે વિશાળ સમુદાયે હૃદયની સમર્પણ ભાવાના સાથે પૂજ્યના અનુરોધને સહ હર્ષ શિરોધાર્ય કરતાં હર્ષ હર્ષ છવાઈ ગયો હતો.

ઉપરાંતમાં આ અવસરે પૂ. પરમ સંબોધિજી મ. આદિ નવદીક્ષિત મહાસતીજીઓ એ અત્યંત સુંદર અને રસપ્રદ શૈલીમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના આત્મિક ગુણોની પ્રતિકૃતિ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વને દર્શાવવીને બંન્ને ગુરુવર્યોની આત્મ ઐક્યતાથી સહુને પરિચિત કર્યા હતા.

પ્રારંભ થએલાં ચાતુર્માસના દિવસો દરમ્યાન સદગુરુ મુખેથી રાજકોટના ભાવિકોના ફરમાવવામાં આવનાર પ્રભુના જ્ઞાન રૂપી આગમની જ્ઞાન પોથી સદગુરુના કર કમલમાં અર્પણ કરવાનો લાભ મૂલરાજભાઈ છેડા-મુંબઈ, કાંતિભાઈ લાધાભાઈ શેઠ-મહાવીર નગર સ. જૈન સંઘ પ્રમુખ-રાજકોટ, પાવનધામ-મુંબઈ સંઘના ભાવિકો, પરાગભાઈ શાહ-બૃહદ મુંબઈ જૈન મહાસંઘના પ્રમુખ, અમદાવાદના સમીરભાઈ શાહ, સ્વપનીલભાઈ મકાતી, નિરજભાઈ શાહ,  સુનિલભાઈ પાટડીવાળા, મિતેશભાઈ શેઠ તેમજ ખેતાણી પરિવારે લીધો હતો તથા વિનયધર્મની પ્રેરણા આપતી વિનય ધમ્મં પુસ્તિકાનું વિમોચન સંઘપતિ નટુભાઈ શેઠ, ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી જીતુભાઈ બેનાણી, શ્રી પ્રવીણભાઈ કોઠારી, સંજયભાઈ સંઘવી, પરાગભાઈ શાહ, વી.ટી. તુરખીયા, મનોજભાઈ ડેલીવાલા આદિના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દરેકે દરેક સંઘ પ્રમુખના શુભ હસ્તે ૨૦૧૭ માં પરમધામમાં રાષ્ટ્રસંત શ્રીના સાંનિધ્યમાં થયેલ ૧૨ મુમુક્ષુઓના સમગ્ર દીક્ષા મહોત્સવની ડીવીડી લોન્ચ કરવામાં આવી હતી.  કાર્યક્રમ સમાપન બાદ સર્વ માટે ગૌતમ પ્રસાદનું આયોજન શ્રી કમલેશભાઈ ઠોસાણી- કમલેશ કેટરર્સ તરફી કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.