Abtak Media Google News

૨૨ જેટલી જ્ઞાતિનાં કુળદેવી માત્રીમાના પવિત્ર સ્થાનકે જુગાર અને દારૂની મહેફીલો થતી હોવાની ભાવિકોમાં રોષ

ધોરાજી નાં પાટણવાવ ના ઓસમ પર્વત ડુંગર ખાતે શ્રી માત્રીમા માતાજી મંદિર ખાતે ઓસમ ડુંગર તથા તેમજ ઉપર બિરાજમાન આદ્ય શક્તિ જગદંબા સવદયા શ્રી માત્રીમા માતાજી બિરાજમાન છે અતિ પ્રાચીન મંદિર આવેલ હોય છે તથા જાગનાથ મહાદેવ, ધર્મેશ્રવર મહાદેવ,શ્રી માત્રીમા તથા પૂ સિધ્ધોની સમાધિ સ્થાન આવેલાં છે ત્યા ઘણાં લોકો નાં આશરે માતાજી ૨૨ જેટલી જ્ઞાતિ નાં કુળ દેવી સ્વરૂપ દરેક કુટુંબ માં પૂજાય છે અને ઘણા લોકો દેશ દેશાવર થી માનતાં એ આવે છે અને ત્યા ઉપર નાં મંદિરે બધાંની જમવા માટે રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા પૂ મહંત શ્રી જયવંત પુરી મહારાજ કરે છે બધાં ની સેવા કરાય છે ત્યારે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ના લોકો પણ આવે છે તે લોકો આસ્થા ના રૂપ માં માતાજી ને માને છે અને આજ જગ્યા એ આડેધડ બાંધકામ કરી દિધેલ છે લોકો આ ઉપર ના બાંધકામ ને અસામાજિક પ્રવૃતિ ઓ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે ધર્મ શાળા માં જુગાર દારૂ ની મહેફીલો વૈશ્ય વૃતિ બધી પ્રવૃતિ ઓ ફલી ફલે છે આ બધીજ પ્રવૃતિ બનાવવાથી લોકો ની લાગણી દુભાય છે અને ધાર્મિક સ્થળ બદનામ થાય છે હાલ માજ ધોરાજી દિવસો ૪૩ લોકો જુગાર રમતાં પાટણવાવ પોલીસે ઝડપ્યા હતાં  ત્યારે આ બધી પ્રવૃતિ બંધ કરવા માટે અને કાયદેસર કાર્યવાહી શિક્શાત્મક પગલાં ભરવાં માટે અને પેશકદમી તાત્કાલીક ધોરણે દુર કરવા માટે આજરોજ ટ્રસ્ટ તથા પૂજારી આજુબાજુના વિસ્તારમાં રહેતા ધાર્મિક લોકો દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.