Abtak Media Google News

ખાનગી એજન્સીએ ઓફીસમાં જ બેસીને રી-સર્વેની કામગીરી પૂર્ણ કરી હોવાનો આક્ષેપ

રાજ્ય સરકાર દ્વારા રી સર્વે કામગીરી માં થયેલ ગેરરીતિ અંગે ખેડૂત સમાજ દ્વારા મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જાણવા મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા ખાનગી એજન્સી મારફત તમામ જિલ્લામાં ખેતીની જમીનની રી સર્વેની માપણી કરવામાં આવે છે જે ખોટી થઈ રહી છે આ એજનસી દ્વારા ગામ ના અમુક ખેતરો માપી બાકીના પોતાના ઓફિસે બેસી ગૂગલ મેપ પરથી કરવામાં આવી રહી છે તેમની માપણી અને હાલની ખેતરો ના કબ્જા વાળી જગ્યા સાથે કોઈ મેળ બેસતો નથી તેમના દ્વારા જે માપણી કરવામાં આવેલ છે અને હાલની માપણી માં ઘણો અંતર જોવા મળી રહી છે

ખાનગી એજન્સી દ્વારા જે માપણી કરવામાં આવેલ છે તે ખરાઈ કર્યા વગર ડી.એલ.આર કચેરી દ્વારા પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે જે ખરેખર ખોટું હોઈ તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈ.

અગાવ પણ આ અંગે ૪૮ ગામોના સરપંચો દ્વારા ખોટી માપણી અંગે આવેદન આપવામાં આવ્યું હતું અને ફરી થી માપણી અંગે રજુવાત કરવા છતાં કોઈ કાર્યવાહી આ કંપની ઉપર કરવામાં આવેલ નથી.હાલ જે માપણી કરવામાં આવી રહી છે તેમ ૫૦% ખેડૂતોને એ પણ ખબર નથી કે ગામમાં માપણી થઈ છે કે નહીં એ એજેન્સી દ્વારા રોડ પરના બે ત્રણ ખેતરોમાં માપણી કરી આખું ગામ સર્વે થઈ ગયાનું પુરવાર કરી દેવામાં આવે છે

ખેડૂત સમાજના પ્રમુખ ચેતનભાઈ ગાઢિયાએ આ એજેનસી દ્વારા થયેલ કામો ની તાપસ કરી ખેડૂતો ન્યાય મળી રહે તે માટે મામલાદરને આવેદન આપવામાં આવ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.