Abtak Media Google News

મોરબી, ચોટીલા, અને રાજકોટ સહિતની મોટર સાયકલ ચોરીના ભેદ ઉકેલાયા

મોરબી : મોરબી, ચોટીલા અને રાજકોટ શહેરમાંથી મોટર સાયકલ ચોરી કરી વેચી મારતા બે તસ્કરોને એલસીબીએ દબોચી લેતા પાંચ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને તસ્કરો પાસેથી પોલીસે રૂ. ૧,૩૯,૫૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે.

પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી ઇચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસે એલ.સી.બી. ટીમને વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા મોરબી એલ.સી.બી.ના પોકોન્સ. ભગીરથસિંહ ઝાલા તથા યોગીરાજસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.

એલસીબી ટીમ દ્વારા કરાયેલી કામગીરીમાં આરોપી હાજી અકબરભાઇ માણેક રહે.શનાળા ગોફુલનગર તા.જી.મોરબી વાળાને ચોરીમાં ગયેલ મોટર સાયકલ ૩ કી.રૂ ૫૫,૦૦૦ તથા મોબાઇલ ફોન ત્રણ કી.રૂ. ૯૫૦૦ કુલ રૂ.૬૪.૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના બે ગુના તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનો શોધી કાઢેલ હતા.

આ ઉપરાંત એલસીબી ટીમે આરોપી કિશન પ્રભુદાસ કરગથરા રહે.રાજકોટ હુડકો ચોકડી વાળાને ચોરીમાં ગયેલ મોટર સાયકલ ૨ કિ.રૂ.૭૫,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ચોટીલા પોસ્ટે તથા રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનના બે ગુના શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

આમ મોરબી એલસીબીએ બે આરોપીઓને પકડી પાડી કુલ ૫ વાહન ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ ૫ કિંમત રૂ.૧,૩૦.૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૭ કી.રૂ.૯૫૦૦ મળી કુલ કી.રૂ. ૧,૩૯,૫૦૦ તો મુદામાલ રિકવરી કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.