Abtak Media Google News

તા. ૦૧.૦૮ના રોજરાજકોટ શહેરના રૈયાધાર રોડ ઉપર રહેતા ફરિયાદીની ૧૬ વર્ષની સગીર દીકરીને સાપર ખાતે રહેતો આરોપી  રાકેશ વોરા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયેલ હતો. આ બાબતે ફરિયાદીએ રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા,  આરોપી વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ હતો.

આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપી રાકેશ વોરા રહે. સાપર તા. જી. રાજકોટ લીંબડી ખાતે આવેલ હોવાની હકિકત રાજકોટ શહેર પોલીસ દ્વારા લીંબડી પોલીસને આપવામાં આવેલ હતી. આરોપીની વિગત તથા તેના વિરુદ્ધ નોંધાયેલ ગુન્હાની વિગત પણ રાજકોટ પોલીસ દ્વારા વોટ્સએપ આધારે લીંબડી પોલીસ દ્વારા મેળવવામાં આવેલ હતી જ્યારથી આ આરોપીનું નામ આ ગુન્હામાં આવેલ હતું, ત્યારથી આ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે નાસી જતો હતો. આમ, આરોપી પોલીસ પકડથી દૂર રહી, આજદિન સુધી તપાસ કરવા છતાં મળી આવતો ના હતા. *આરોપી ગુન્હો દાખલ થયા બાદ ભોગ બનનાર સગીરાને લઈને નાસતો ફરતો/વોન્ટેડ હતો..

રાજકોટ શહેરના યુનિવર્સિટીપોલીસ સ્ટેશનના આ ગુન્હાના વોન્ટેડ આરોપી રાકેશ વોરા તાજેતરમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે  સ્ટાફ દ્વારા મળેલ બાતમી આધારે લીંબડી ઓનેસ્ટ હોટલ ખાતેથી *આરોપી રાકેશભાઈ દિનેશભાઇ વોરા ઉવ. ૨૧ રહે. શીતળા મા ના મંદિર પાસે તા. કોટડા સાંગાણી જી. રાજકોટને પકડી પાડી, આ ગુન્હામાં ધરપકડ* કરવામાં આવેલ છે. સાથે અપહરણ કરી *રાજકોટથી લાવેલ સગીરા પણ મળી* આવતા, રાજકોટ શહેર પોલીસને જાણ કરવામાં આવેલ છે..

પકડાયેલ આરોપી રાકેશભાઈ દિનેશભાઇ વોરા ઉવ. ૨૧ રહે. શીતળા મા ના મંદિર પાસે તા. કોટડા સાંગાણી જી. રાજકોટની પૂછપરછ દરમિયાન પોતે આ ગુન્હાની કબુલાત કરેલ હતી અને પોતાને સગીરા સાથે પ્રેમ સંબંધ હોઈ, રાજીખુશીથી લગ્ન કરવા નાસીને લીંબડી આવેલાની પણ કબૂલાત કરેલ છે. આ આરોપી તથા ભોગ બનનાર પકડાયા અંગેની જાણ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપી તથા ભોગ બનનારનો કબ્જો લેવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.