Abtak Media Google News

ફાગણ સુદ આઠમી શુભાંરભ,અક્ષય તૃતીયાના પૂણોહુતિ

જૈન દશેન તીઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર શ્રી નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની કુક્ષીએ શ્રી આદિના ઋષભદેવ ભગવાનનો જન્મ યો હતો.જૈન શાોમાં તપને અનેરૂ અને આગવું મહત્વ આપવામાં આવ્યું છે.ઉત્તરાધ્યયન સૂત્રમાં “તપો માગે ” નામનું એક આખું અધ્યયન આપેલું છે તેમાં કહ્યું છે તપી અનંતા કર્મોની નિજેરા ાય છે.તપના બાર પ્રકાર છે.તેમા છ આભ્યંતર અને છ બાહ્ય.તેમાં વર્ષી તપની બાહ્ય તપમા ગણના ાય છે.વર્ષી તપ એ ૪૦૦ દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ઠ તપ રહેલું છે.વર્ષી તપના તપસ્વીઓ ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓના શ્રી મુખેી ફાગણ વદ આઠમના તપના પચ્ચખાણ અંગીકાર કરી મંડાણ કરે છે અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે  તપની પૂર્ણાહૂતિ ાય છે.વર્ષીતપની શરૂઆત સંદર્ભે એક પ્રસંગ સંકળાયેલો છે.આ યુગના પ્રમ તીઁકર શ્રી આદિના – ઋષભદેવ ભગવાને સંયમનો સ્વીકાર કર્યો ત્યારે તેઓને છઠ્ઠ – બે ઉપવાસ હતાં.પારણા ને દિવસે પ્રભુ ગોચરી – પાણી માટે નગરમાં નીકળ્યા પરંતુ નગરજનો સાધુની આહાર વિધી – નિયમોી અજાણ હોવાી તેઓ પ્રભુને હાી,ઘોડા,હીરા,માણેક,મોતી,વ અને પોતાની ક્ધયાઓ ઋષભદેવને ધરવા લાગ્યાં.આવું બે – ચાર દિવસ નહીં પરંતુ ચારસો દિવસ સુધી ચાલ્યું,છતાં પરમાત્મા ચિત્ત પ્રસન્ન રહેતાં. સમતા ભાવે ભૂખ – તરસને સહન કરતાં. પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તેર માસ ને નવ દિવસ પછી હસ્તિનાપુર પધાર્યા. મહેલના ઝરૂખામાં બેસીને નગર નિરીક્ષણ કરતાં શ્રેયાંસ કુમાર પ્રભુને જોઈને ચિંતને ચડ્યા…કે આવા સાધુને મેં કયાંક જોયાં છે,ચિંતન – મનન કરતાં તેઓને જાતિ સ્મરણ જ્ઞાન ાય છે તા પૂવે ભવમાં જૈન સાધુને આપેલો આહાર તા વિધી – નિયમો યાદ આવી જાય છે અને હર્ષિત ઇ સાત – આઠ ડગલા  પ્રભુની સમીપે જઈ કહે છે…પધારો ભગવંત…પધારો…ગોચરી,પાણીનો લાભ આપો.ઋષભદેવ પ્રભુને નિર્દોષ શેરડીના રસી ભરેલા ઘડામાંી અહોભાવી ઈક્ષુ રસ વ્હોરાવે છે.પ્રભુ પોતાના કરપાત્રી પારણું કરતાં જ ” અહો દાનમ્…મહા દાનમ્ ” ની ઉદ્ઘઘોષણા ાય છે તેમજ પંચ દિવ્યો પ્રગટ ાય છે.પ્રભુ આદિના ઋષભદેવના પારણાનો દિવસ એટલે વૈશાખ સુદ ત્રીજ.આ તપને સંવત્સર તપ પણ કહે છે.અમુક તપસ્વીઓ ૪૦૦ દિવસને બદલે એક વષે સુધી પણ તપ કરતાં હોય છે.અમુક આરાધકોી ઉપવાસ ન ઇ શકતો હોય તો એકાસણા,આયંબિલ વગરે નાની – મોટી તપશ્ચયો કરી વર્ષી તપની આરાધના કરતાં હોય છે.પ્રભુ પ્રત્યેના ભક્તિભાવી તેઓએ કંડારેલી તપરૂપી કેડીનેવર્ષી તપની પરંપરાને જૈન,અજૈન સૌ અનુસરી તપ માગેને આગળ ધપાવે છે.જૈન દશેનમાં કહ્યું છે તપ કરવાી,કરાવવાી તા તપસ્વીઓની અનુમોદના કરવાી પણ કમે નિજેરા ઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.