Abtak Media Google News

અમીપરા પ્રમુખ બનાવતા નારાજ કાર્યકરોએ સમારોહમાં સુત્રો પોકાર્યા

જૂનાગઢ ઘણા લાંબા સમયથી વિરોધ પક્ષ તરીકે કામ કરતા શહેર કોંગ્રેસમાં ઉકળાટની પરિસ્થિતિ જોવા મળી હતી તેમાંય શહેર પ્રમુખ તરીકે અમીપરાની વરણીની જાહેરાત થતા અંદર ખાને ચાલતો જુથવાદ ચરમ સીમાએ પહોચ્યો હતો. આ જુથવાદ પ્રમુખની વરણીમાં રીતસર સામસામે આવી ગયોહતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની વચ્ચે પ્રમુખનો પદગ્રહણ સમારોહની જાહેરાત જયારથી થઈ ત્યારથી ચોકકસ જુથ પ્રમુખની વરણી અટકાવવા મેદાને પડયું હતુ હકડેઠઠ મેદનીની વચ્ચે પદગ્રહણ સમારોહમાં અસંતુષ્ટોએ પહોચી જઈ ભાગીદાર ભગાઓ કોંગ્રેસ બચાઓનાં નારા લગાવ્યા હતા જોકે આજ ક્ષણે ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ મધ્યસ્થી કરી હસતા મોઢે કાર્યક્રમમાંથી બહાર કાઢયા હતા.

આ અંગે વધુ વિગતવાર જૂનાગઢ શહેરમાં રાજકારણનો બદલાવ કરવામાં આવ્યો છે. પણ આ બદલાવ શહેર કોંગ્રેસના અમુક કાર્યકરોને પરચોન હોય તેવી તસ્વીર સામે આવી છે. કોંગ્રેસમાં લાંબા સમયથી વકરેલો જુથવાદ પ્રમુખની વરણી બાદ ચરમસીમાએ પહોચી સપાટી પર આવ્યો હતો.

ધારાસભ્ય હર્ષદ રીબડીયા, બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોષી, જનરલ સેક્રેટરી હેમાંગભાઈ વસાવડા, ગુજરાતનાં સહપ્રભારી જીતેન્દ્ર બાધેલજી,ની ઉપસ્થિતિમાં આ પદગ્રહણ સમારોહમાં ચોકકસ દિવસે આવી અને નારે બાજી શરૂ કરી હતી ભાગીદાર ભગાઓ કોંગ્રેસ બચાઓનાં નારા લાગ્યા ત્યારે વિનુભાઈ અમીપરા તરફી જૂથે વિનુભાઈ તુમ આગે બઢો તેમ હમ તુમ્હારે સાથ હે જેવા પ્રતીકાત્મક સૂત્રોચાર કર્યા હતા.

જોકે તુરંત જ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ આ વિરોધીઓને ત્યાંથી રવાના કર્યા હતા. આ પદગ્રહણ સમારોહમાં અઢારે વર્ણની જ્ઞાતીનાં આગેવાનોએ નવા શહેર કોંગ્રેસ પ્રમુખને આવકાર્યા હતા. કોંગ્રેસના પ્રભારી જીતેન્દ્ર બાધેલે કોંગ્રસેમાં સબ સલામત હોવાની વાત સાથે આવનારા દિવસોમાં કોંગ્રેસના રાજકારણમાં ઘરમૂળથી ફેરફારો આવવાના અણસાર આપ્યા હતા.

પ્રમૂખની વરણીમાં જૂનાગઢના અનેક કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું હતુ ત્યારે આગામી દિવસોમાં આ વકરેલો જૂથવાદ હજુ નવા રંગરૂપમાં જોવા મળે તો નવાઈ નહિ આ અંગે મહિલા કાર્યકર્તા શારદાબેન કથીરીયા સાંજના સુમારે બાવડુ પકડી બહાર કાઢી મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો. સામા પક્ષેભીખાભાઈ જોષીએ હું આવું કરી શકુ? તેવા પ્રશ્વાર્થ સાથે આ વાત સદંતર ખોટી હોવાનું જણાવ્યું હતુ આ વાતને લઈ શહેરભરમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી હતી. પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હકડેઠઠ મેદનીએ નવા પ્રમુખની તાકાતનો પરચો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.