Abtak Media Google News

આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર કેશોદ પોલીસને બાતમી મળેલ અનુસાર કેશોદ તાલુકાના મેંદરડાથી અજબ રોડ પર વોચ ગોઠવતા કહેલ કાર હોન્ડા સીટી કે જેના નંબર એમએચ ૦૪ ૫૧૨૧ ને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓ ફૂલ સ્પીડે ચલાવી શેરગઢ તરફ નાશી ગયેલ જેનો પોલીસે પીછો કરતા આરોપી કાર ચાલકે પોલીસ વાહન પર કાર ચડવાનો પ્રયાસ કરેલ પરંતુ  પોલીસે ફિલ્મી ઢબે ડીસા અને દમન તરફ થી આવતી આ કારના કાર ચાલક સહીત ના આરોપીને ઝડપી પડેલ તેમજ કારની તપાસ કરતા કારમાં ઇંગ્લીશ દારુ વ્હીસ્કી નાના ચપટાલ નં. ૨૨૩૮ જેની કિંમત રૂ ૨,૨૩,૦૦૦ તેમજ હોન્ડા કાર કિંમત ૭ લાખ અને પ મોબાઇલ આમ કુલ મળી રૂ ૯,૨૬,૨૦૦નો મુદામાલ સાથે આરોપીઓ યોગેશ હરિચંદ્ર પટેલ (રે કરીયાણી મોટી દમણ) ગીરીશ રમેશભાઇ હળપતિ (રે. દમણ) હિતેશ રમણભાઇ વસાવા (રે. ઉંઘવાળા) અને કારા લાખા રબારી (રે. લીરબાઇપરા જુનાગઢ)ને પોલીસે ઝડપી લઇ કાર્યદેસરની કાર્યવાહી કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.