Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬૦૦૦૦થી વધુ ઈવીએમની જરૂરીયાત રહેશે: ૨૫ થી ૨૮ એપ્રિલ દિલ્હીમાં ચૂંટણીપંચની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૭માં યોજાવાની છે. જેમાં પાયલોટ પ્રોજેકટના ભાગ‚પે વધુમાં વધુ પસંદગીના મત વિસ્તારોમાં ઈવીએમ (ઈલેકટ્રીક વોટિંગ મશીન)ના સ્થાને વીવીપીએટી (વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઈલ) યુનિટનો ઉપયોગ કરાય તેવી સંપૂર્ણ શકયતા છે. ગુજરાતમાં કુલ ૪૯,૦૦૦ જેટલા બુથો માટે અંદાજે ૬૦,૦૦૦ જેટલા ઈવીએમની જ‚ર પડવાની છે એટલે આટલી મોટી સંખ્યામાં ઈવીએમના સ્થાને વીવીપીએટી યુનિટસ મેળવવા શકય નથી. હાલને તબકકે કેન્દ્રીય ચુંટણીપંચ પાસે માંડ ૩૩,૫૦૦ જેટલા વીવીપીએટી છે. આગામી ૨૫ થી ૨૮મી દરમિયાન નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચે એક બેઠકનું આયોજન કર્યું છે. જેમાં હાજર રહેનારા ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી બી.બી. સ્વેન ગુજરાત વિધાનસભાની ચૂંટણીને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવા માટે માર્ગદર્શન મેળવશે.

ઉતરપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી, આપના સુપ્રીમો કેજરીવાલ, સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ સહિતના અનેક નાના-મોટા રાજકીય પક્ષોએ ઈલેકટ્રોનિક વોટિંગ મશીનની વિશ્ર્વસનિયતા સામે પ્રશ્ર્નાર્થ ઉભો કરી દીધો છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ હવે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઈવીએમના બદલે વીવીપીએટી યુનિટ દ્વારા યોજવા અંગે માંગણી કરી ચૂકયા છે.

નોંધનીય બાબત એ છે કે ૨૦૧૩ના વર્ષમાં ભાજપના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં પટિશન કરી ચૂંટણી માટે ઈવીએમ ભરોસાપાત્ર નથી એમ જણાવીને દેશના તમામ બુથોમાં ઈવીએમના બદલે વીવીપીએટી યુનિટ દ્વારા ચૂંટણી થાય તેવી માંગણી કરી હતી. જેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે ઓકટોબર ૨૦૧૩માં તેમના હુકમમાં એવો નિર્દેશ આપ્યો હતો કે, તબકકાવાર વીવીપીએટી યુનિટને અમલમાં મુકવા માટે સરકારે નાણાકીય સહાય આપવી જોઈએ. યોગાનુયોગ બુધવારે ભારત સરકારે દેશભરના તમામ રાજયો માટે ૧૬.૧૫ લાખ વીવીપીએટી યુનિટસ ખરીદવા માટે ‚પિયા ૩૧૭૩.૪૭ કરોડની સહાય આપવાની મંજુરી આપી દીધી છે.

વીવીપીએટી યુનિટસ શું છે?

વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઈલ (વીવીપીએટી) યુનિટમાં જયારે મતદાન, મતદાન માટે બટન દબાવે છે ત્યારે વીવીપીએટીમાં એક ‘બેલેટ સ્લીપ’ તૈયાર થાય છે. જે મતદારને સ્ક્રીન ઉપરની વિન્ડોમાં માત્ર ૭ સેક્ધડ માટે દેખાય છે. ત્યારબાદ તે સ્લીપ સીલબંધ ડ્રોપ બોકસમાં પડી જાય છે. તેનાથી જયારે જ‚ર પડે ત્યારે તે જાણી શકાય છે કે કોને, કેટલા વોટ અપાયા છે.

મુખ્ય ચુંટણી કમિશનર પદે એ.કે. જોતિ ફાઈનલ

૭મી જુલાઈ, ૨૦૧૭ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચુંટણી કમિશનર પદેથી ઝૈદી વય નિવૃત થવાના છે ત્યારે ચુંટણી પંચના સૌથી સિનિયર અધિકારી તરીકે ગુજરાત કેડરના ૧૯૭૫ બેચના આઈએએસ ઓફિસરને દેશના મુખ્ય ચુંટણી કમિશનરે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરેપદે નિયુકત કરવાનું નકકી કરી દેવાયું છે. તેઓ ૨૩મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી આ પદે કાર્યરત રહેશે. પંચના નિયમ મુજબ ૮૫ વર્ષની વયે તેઓ પણ આ પદેથી વય-નિવૃત થશે. અર્થાત ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ મુખ્ય ચુંટણી કમિશનરપદે હશે પણ ૨૦૧૯ની લોકસભાની

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.