Abtak Media Google News

ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપૂર અને મીઠાપૂરમાં પોલીસના દરોડા: રૂ.૨.૩૨ લાખનો મુદામાલ કબ્જ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણમાસમાં ભગવાનના ભજનને બદલે પત્તા ટીચતા ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપૂર અને મીઠાપૂર પંથકમાં પોલીસ દરોડો પાડી ૨૪ શખ્સોની ધરપકડ કરી રૂ. ૨.૩૨ લશખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ કલ્યાણપૂર તાલુકાના ગઢકા ગામે રહેતા દેવજી મુળજી પરમારી વાડીમાં જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધશરે અલેસીબીનાં પીએસઆઈ વી.એમ. ઝાલાએ દરોડો પાડી દેવજી મુળજી પરમાર, જમન માધા નકુમ, હેમત લખુ કછેડલા, નરસિંહ રામજી સતવારા હેમત તોલા પરમાર, મોહન પોપટ સોનારા, રામજી જેઠા પરમાર અને રાકેશ લખુ નકુમની ધરપકડ કરી રોકડ રૂ.૧.૧૧ લાખ, સાત મોબાઈલ મળી રૂ.૧.૨૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે ભાણવડના વાનાવડ ગામે લખમણ મેઘ બગડાના, મકાનમાં જુગાર રમતા મકાન માલીક લખમણ બગડા, સુરેશ કનુ બાટા, નરેન્દ્રસિંહ નટુભા જાડેજા, ગોવિંદ નથુ ધુળા, દિલીપસિંહ મજબુતસિંહ જાડેજા, હેમત ગોવિંદ વાઘ અને દેવજી ચના મગરા સહિત શખ્સો જુગાર રમતા પકડી લઈ રૂ.૧૭૩૬૦ રોકડ કબ્જે કરી હતી

.ઉપરાંત મીઠાપૂરના ગણેશપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલ બાતમીનાં આધારે પીએસઆઈ સી.બી. જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા લખનભા ગગજીભા, મુ‚ભાઈ બેચરભાઈ, સામંતભા હિતાભા માણેક અને રાહુલ લીલાદર વિઠલાણી સહિતશખ્સોની ધરપકડ કરી રૂ.૭૨૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

ખંભાળીયા નજીક પેટ્રોલ પંપ પાસે મંદિરમાં જાહેરમાં જુગાર રમતા દિનેશ બચુ ગોહિલ, ભુપત બચુ મુરીયાણા, ધીરૂ ‚ખડ, રાજેશ બાબુ સોઢા અને દિલીપ કેસુર સોઢાની ધરપકડ કરી રોકડ અને મોબાઈલ મળી રૂ ૮૧જારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.