Abtak Media Google News

શિક્ષણને વધુ અત્યાધુનિક બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા આગામી સત્રી અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પણ ખાનગી શાળામાં અપાતા શિક્ષણની સમકક્ષ રહે તે માટે શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ભવિષ્યમાં સરકાર ડિજિટલ બોર્ડનો ક્ધસેપ્ટ લાવવા જઇ રહી છે તેને પણ મદદ મળશે.

શિક્ષણ વિભાગ દ્વારા આ માટે ડીઇઓને જાણ કરીને સરકારી તા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇન્ટનેટ જોડાણ આપવા માટે માહિતી મંગાવવામાં આવી છે. છ મે સુધી શાળાઓ પાસેી જરૂરી માહિતી મેળવીને કમિશનર ઓફ સ્કૂલની કચેરીને પહોંચતી કરવા ડીઇઓને જણાવાયું છે. જૂન મહિનાી શરૂ તાં નવા શૈક્ષણિક સત્રી જ શાળાઓમાં અનલિમિટેડ ઇન્ટરનેટ અપાશે. જેના કારણે શિક્ષકોને કોમ્પ્યૂટર કી જે તે વિષયની વધારાની માહિતી મેળવવામાં સરળતા રહેશે. તો વિર્દ્યાીઓને પણ કોમ્પ્યૂટરના વિષયમાં વિશેષ જાણકારી મેળવવામાં કોઇ અવરોધ નડશે નહીં. શાળાઓમાં સરકાર દ્વારા કોમ્પ્યૂટરનો વ્યાપ વધારવાનું આયોજન કરાયું છે તેમાં ડિજિટલ ઇન્ડિયાનો ક્ધસેપ્ટ પણ સાંકળી લેવાયો છે.

સરકાર દ્વારા આગામી સત્રી બ્લેક બોર્ડને જ ડિજિટલ બોર્ડ બનાવવાના પાઇલોટ પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવનારી છે. કોમ્પ્યૂટર એઇડેડ લર્નિંગ વધારવા માટે આયોજન કરાઈ રહ્યું છે. જેના કારણે ઇન્ટરનેટનો વપરાશ વધશે તેને ધ્યાનમાં રાખીને આ સુવિધા ઊભી કરાશે. જો કે ખાટલે મોડી ખોડ એ છે કે અનેક શાળાઓમાં કરોડોના ખર્ચે કોમ્પ્યૂટર આપ્યા બાદ તેના મેઇન્ટેનન્સની ફરિયાદો અવારનવાર ઊઠતી રહે છે. કેટલીક શાળામાં કોમ્પ્યૂટર ધૂળ ખાઇ રહ્યા છે તો કેટલાકમાં કોમ્પ્યૂટર શિખવાડવા માટેના જરૂરી શિક્ષકો પણ ઉપલબ્ધ હોતા ની કે અપૂરતા સમય માટે હોય છે. તેના કારણે કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટ હોવા છતાં પણ તેનો હેતુ બર આવી રહ્યો ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.