Abtak Media Google News

પર્યાવરણ અને સ્વાસ્થ્ય જાગૃતિ અર્થે નીકળેલી આ સાયકલ રેલીમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

મોરબીની વિનય ઇનટરનેશનલ સ્કૂલ દ્વારા વિધાર્થીઓમાં શૈક્ષણિક સમજ સિવાય શારીરિક, માનસીક અને સામાજિક સમજ કેળવાય તે માટે બાપા સીતારામ ચોકથી વિનય ઇનટરનેશનલ સ્કૂલ સુધીની અંદાજીત ૨૦ કિલોમીટર લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Img 20180823 Wa0008આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં તથા સોસાયટીમાં પર્યાવરણની જાળવણી, પેટ્રોલ પ્રદૂષણ અને સ્વાસ્થ્ય જતન જેવી આજના યુગની સમસ્યાઓ પ્રત્યેનો હકારાત્મક અભિગમ કેળવવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો. આ સાયકલ રેલીમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના ધો. ૬ થી ૧૦ ના આશરે ૧૦૦ જેવા વિધાર્થીઓએ પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ઘટાડો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, મારું મોરબી, સ્વચ્છ મોરબી જેવા નારાઓ સાથે રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.સાયકલ રેલી માં વિધાર્થીઓ ઉપરાંત સ્કૂલ ના શિક્ષકો , આચાર્ય અને ટ્રસ્ટી પણ જોડાયા હતા.

Img 20180823 Wa0007

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.