Abtak Media Google News

વર્ટીપોર્ટ એર ટેકસીમાં ચાર લોકો બેસી શકશે, સાધારણ જમીન પર કરી શકાશે લેન્ડીંગ

અમેરિકન કંપની ઉબેર એલીવેટ ભારત સહિતના પાંચ દેશોમાં ડ્રોન ટેકસી સર્વિસનું લોન્ચ કરશે ઉબેરની ટીમે યુનીયન મીનીસ્ટર જયંત શર્મા સાથે ગૂરૂવારે એરિયલ ટેકસી અંગેની વાત કરી હતી, ઉબેર ઓન ડિમાન્ડ એવિએશન ૨૦૨૩ સુધીમાં લોસ એન્જલ્સનાં દલાસથી કરશે આ ઉપરાંત પાંચ અન્ય દેશોમાં પણ એરિયલ ટેકસી સર્વીસ ચાલુ કરવામાં આવશે ઉબેર ઈન્ડિયાના માકેટીંગ હેડ મધઉ કનને જણાવ્યું કે જયારે અમે ઉબેરના સીઈઓ દ્વારા ખોસરૌશાહીની મુલાકાત દીધી ત્યારે અમને ભય હતો કે, ભારતમાં ઉબેર એરની સુવિધા શરૂ થશે કે નહી, જયારે પાંચ દેશોના નામ આવ્યા ત્યારે તેમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉબેર સાથે એરપોર્ટ પાર્ટનરશીપ અને ભાવિ ટ્રાવેલીંગમાં ફલાઈંગ કાર અંગેની પણ ચર્ચા થઈ હતી પેસેન્જર ડ્રોન નાના કદના રહેશે તેથી તેની લેન્ડીંગ સરળતાથી કરી શકાય. તેને વર્ટીપોર્ટે અવતાર આપવામાં આવ્યો છે. આ ટેકસી સંપૂર્ણ પણ ઈલેકટ્રીસીટી પરથી ચાલશે.

જેમાં ફોર સીટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કો,પણ પાર્કિંગ ગેરેજની જગ્યા અથવા હાઈવે નજીકની બીન ઉપયોગી જમીન પર આ એર ટેકસીનું લેન્ડીંગ કરી શકાશે. આ વાહનને પબ્લીક ટ્રાન્સપોર્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. વર્ટીપોર્ટ વીટોલ ટેકનોલોજી પર આધારીત છે. આ એર ક્રુઝ ૧૫૦ થી ૨૦૦ મીલ સુધીની સફર ૨૦૦૦ ફીટની ઉંચાઈથી કરી કરશે.

એક વખત ચાર્જ કરવાથી એર ટેકસી ૬૦ મીલ સુધી ઉડી શકશે મિસ્ટર સિંહા કહે છે કે સોમવારે જાહેર થયેલી ડ્રોન પોલીસીમાં ઈ-કોમર્સ બિજનસ કે પેકેઝીંગ વસ્તુ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. પણ ડ્રોનને સામાન્ય ઉપયોગ માટે વાપરી શકાશે. ભારતમાં ઉબર એર ટેકસી માટે સૌથી મોટો પડકાર ટ્રાફીકનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.