Abtak Media Google News

૩ થી ૯ સપ્ટેમ્બર સુધી ‘પ્રમુખ ચરિતમ્’ વિષય પર પ્રમુખ સ્વામીના પ્રસંગોનું રસપાન

પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ નિમિત્તે

શ્રાવણ માસનો પ્રારંભ થતાં પહેલાં જ મનુષ્યોમાં પ્રભુ પ્રત્યેની આસ જાગે તે માટે હિંડોળા ઉત્સવ શરૂ થાય છે. વૈદિકકાળી ભગવાનને ભવ્ય હિંડોળે ઝુલાવી તેમના પ્રત્યે ભક્તિ અદા કરવાનું અનેરું મહાત્મ્ય રહેલું છે.

આ હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજી શ્રાવણ વદ બીજ એમ એક મહિના સુધી મંદિરોમાં ઉજવાય છે. આ સમગ્ર પર્વ દરમ્યાન વિવિધ હિંડોળા રચી સંતો-ભક્તો ભગવાન સ્વામિ નારાયણને હિંડોળે ઝુલાવે છે ત્યારે

રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ મહંત સ્વામીની પ્રેરણાી છેલ્લા એક મહિના દરમ્યાન ભવ્ય હિંડોળાના વિવિધ શણગાર રચવામાં આવ્યા હતા. સમગ્ર અષાઢ માસ દરમ્યાન ભક્તોએ વિવિધ પદાર્થો હિંડોળાને શણગાર્યા હતા. જેમાં વિવિધ પુષ્પો, રાખડી, મોતી, આભલા, કઠોળ, મોરપીંછ,ચોકલેટ તા રંગબેરંગી ચોખાઓથી સજજ હિંડોળા પર વિરાજમાન યેલા ભગવાનને સર્વ હરિભક્તો હેતની દોરીથી હરિવરને હિંચકાવ્યા હતા. આ સાથે5 28શ્રાવણ માસ અંતર્ગતબી.એ.પી.એસ. સ્વામિ નારાયણ મંદિરે દરરોજ સવારે ૮:૦૦ થી ૯:૩૦ સુધી યોગી સભાગૃહ ખાતે સંસના વિદ્વાન સંતો દ્વારા કાવાર્તા પિરસાઈ રહી છે. જેનો લાભ આગામી તારીખ ૯ સપ્ટેમ્બર સુધી મળશે. હાલ સંસના વિદ્વાન સંત અને ભાવનગર મંદિરના મહંત સોમપ્રકાશ સ્વામી ‘બ્રહ્માનંદ કાવ્ય’ વિષય પર કાવાર્તાનો લાભ આપી રહ્યા છે.

ત્યારબાદ નારાયણચરણ સ્વામી કે જેઓએ વર્ષો સુધી પ્રમુખ સ્વામીના સેવક સંત તરીકે સેવાઓ કરેલી છે તેઓ આગામી તારીખ ૩ થી ૯ સપ્ટેમ્બર સુધી પ્રમુખ ચરિતમ વિષય પર પ્રમુખ સ્વામીના પ્રસંગોનું રસપાન કરાવશે. જીવનમાં સદ્દગુણોની સંપ્રાપ્તિ કરાવતા આ પારાયણ પર્વનો લાભ લેવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત બ્રહ્મર્તી સ્વામી અને સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ સૌને અનુરોધ કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.