Abtak Media Google News

બેંકની ત્રણ શાખામાંથી રૂ.૩૫ લાખની લોન કૌભાંડમાં દંપતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો ‘તો

શહેરમાં આઈસીઆઈસીઆ બેંકની જુદી જુદી શાખામાં નકલી સોનું ગીરવે મૂકી રૂ.૩૫ લાખની લોન લઈ આ રકમ ઓળવી જવા અંગે ત્રણ શખ્સો પૈકી રાજદીપ ડાભીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી કોર્ટે રદ કરી છે.

વધુ વિગત મુજબ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની શારદાબાગ, મવડી રોડ અને ગોંડલ રોડ પરની મકકમ ચોક સહિતની ત્રણ બ્રાંચમાથી નકલી સોનું ગીરવે મૂકીને રૂ. ૩૪૬૯૮૭૫નું નકલી સોના પર જૂદા જૂદા નામે ધિરાણ મેળવીને આ રકમ ઓળવી ગયાની ફરિયાદ બેંકના બ્રાંચ મેનેજર રજનીબેન મકાણી દ્વારા ભકિતનગર પો.સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે આ અંગે આરોપીઓ યુવરાજસિંહ ઉર્ફે લકકીરાજસિંહ જગતસિંહ જાડેજા રાજદીપસિંહ નરેન્દ્રસિંહ ડાભી, અને અંજલીબા રાજદિપસિંહ ડાભી રહે. બને વિઠલપ્રેસ શષરી, સુરેન્દ્રનગરની ધરપકડ કરી હતી.આ કેસમાં પકડાયેલા આરોપી પૈકી રાજદીપસિંહ નરેન્દ્રસિંહ ડાભી દ્વારા ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી.

જે જામીન અરજીનો સરકારી વકીલ તથા મૂળ ફરિયાદીના વકિલ દ્વારા દલીલ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની દલીલોને ગ્રાહ્ય રાખી જજ ટી.એસ. બ્રહ્મભટ્ટ દ્વારા આરોપી રાજદીપ ડાભીની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી આ કેસમાં સરકારી વકીલ સ્મિતાબેન અત્રીએ દલીલો કરી હતી તથા મૂળ ફરિયાદી બેંક વતી એડવોકેટ પૂર્વેશ પી. કોટેચા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.