Abtak Media Google News

સેવાસેતુ કાર્યક્રમનો આરંભ કરાવ્યો

૨૮૭ અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ મહાપાલિકામાં નવી નિમણૂંક પામેલા પર ઉમેદવારોને નિયુક્તિ પત્ર અર્પણ કર્યા

 આજી જીઆઈડીસીમાં રૂ.૭.૭૦ કરોડના કામોનું કરશે ખાતમુહૂર્ત

સાંજે સમસ્ત બ્રહ્મ સમાજ આયોજીત શ્રાવણી પર્વ  સમારોહમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ફરી એકવાર પોતાના માદરે વતન રાજકોટની મુલાકાતે આવ્યા છે. દિવસ દરમિયાન તેઓ અલગ અલગ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓએ રાજકોટ મહાનગરપાલિકા આયોજીત સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ તથા સરકારી સેવાઓના લાભ ઘર આંગણે બેઠાં પહોચાડવાના આ જનહિતલક્ષી સેવા સેતુનો ચોથો તબક્કો ર૪ ઓગસ્ટથી રાજયમાં ત્યારે આજે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરના એરપોર્ટ રોડ પાસે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વિજયભાઇ રૂપાણી તે જ દિવસે રાજકોટમાં અમરજીતનગરના ર૮૭ અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ કરવાના છે. આ લાભાર્થીઓને રાજકોટ મહાપાલિકા દ્વારા રપ ચો.વાર તેમજ ૪૦ ચો.વારના જમીન પ્લોટ વૈકલ્પિક વળતર રૂપે ફાળવવામાં આવેલા છે. તેઓ આ વેળાએ રાજકોટ મહાપાલિકાની વહીવટી પાંખમાં નવી નિમણુંક પામનારા પપ ઉમેદવારોને નિયુકિત પત્રો અર્પણ કરશે.

મુખ્યમંત્રી રાજકોટની આજી જીઆઈડીસીમાં રૂ. ૭ કરોડ ૭૦ લાખના વિવિધ વિકાસકામો રોડ રિસરફેસીંગ, પેવર બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક વગેરેના ખાતમૂર્હત કરવાના છે. વિજયભાઇ રૂપાણી રાજકોટમાં સાંજે  સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત શ્રાવણી પર્વ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

આ તકે મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.