Abtak Media Google News

ખેડુતોના ખેતરમાં રાત દિવસ હેરાન કરતા ઢોરના આતંકથી ખેડુતો થયા ત્રાહીમામ

વડિયા મા રખડતા ભટકતા ઢોર તેમજ આખલાઓ ખેડૂતોના ઉભા પાકને પારાવારીક નુકશાની પહોંચાડતા હોઈ તેથી વડિયા સરપંચપતિ છગનભાઇ ઢોલરીયાની આગેવાની હેઠળ ૧૦૦ થી વધુ ખેડૂતોએ એકીસાથે મળીને વડિયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપેલ તેમજ વડિયા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ ને પણ આવેદન પત્ર આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ તમામ ખેડૂતોએ કપાસ ચણા મગફળી જેવા વાવેતરો કરેલ છેપો.સ્ટેશને આવેદન પત્ર 8398

Advertisement

જેમાં રાત્રીના સમયે રખડતા ભટકતા ઢોર નું ટોળું ઘુસી જઇ પાકને નુકશાન પહોંચાડે છે જેથી કરીને અમો ખેડૂતોને રાત્રે પણ શાંતિ થી ઊંઘી શકતા નથી માટે આ રખડતા ભટકતા ઢોરોને અમો જાતે અમારા ખર્ચે પકડીને જેતપુરની ધર્મ ભક્તિ ગોઉશાળામાં મોકલી આપીશું માટે આજ થી જે લોકોના માલિકીના ઢોર હોઈ તેઓએ પોતે પોતાના ઢોર ને બાંધી લેવા અમારી તંત્રને રજુઆત બાદમાં રખડતા ભટકતા ઢોર સાથે માલિકીના ઢોર આવી ગયા હોય તે ઢોર જેતપુર ગૌશાળા માંથી માલિકીના ઢોર હોઈ તે માલિકને ત્યાં થી છોડાવવાના રહેશે આ અંગે આજે ખેડૂતોએ વડિયા મામલતદાર ને આવેદન પત્ર આપી બાદમાં ત્યાંથી મુખ્ય માર્ગ પર રેલી સ્વરૂપે વડિયા પોલીસ સ્ટેશને જઇ પી.એસ.આઈ.ને પણ આવેદન પત્ર આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.