Abtak Media Google News

રાજકોટના નામાંકિત ૮૦ ડોકટરોએ સેવા આપી ૩૫ રોગોનું નિદાન કર્યું

સામાજીક કાર્યો ક્ષેત્રે આગવી એવી સંસ્થા સરગમ કલબ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૯મી સપ્ટેમ્બરનાં રોજ આ કેમ્પનું આયોજન કોટન સ્કુલ ખાતે કરવામાં આવ્યુંં હતુ

આ સર્વરોગ નિદાન કેમ્પ કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ અને બાન લેબ્સ તથા અશોક ગોંધીયા મેમોરીયલ્સ ચેરી.ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો.2 19આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, મહેશ રાજપુત, બિનાબેન આચાર્ય ડો.હિરેન કોઠારી, અમિત હપાણી, સહિતના મહાનુભાવો સહિતના ખાસ હાજર રહ્યા હતા.3 15ગુણવંતભાઈ ડેલાવાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ માટે છેલ્લા ૨૨ વર્ષથી સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. ગુણવંતભાઈના જન્મદિવસની ઉજવણી તરીકે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.

કેમ્પમાં રાજકોટનાં નામાંકીત ૮૦ ડોકટરો સેવા આપી ઉપરાંત જુદા જુદા ૩૬ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતુ ચેકઅપ સાથે ૮ દિવસની વિનામૂલ્ય દવા એકસરે, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ૧૫૦૦થી ૨૦૦૦ દર્દીઓ એ લાભ લીધો હતો. આંખના દર્દી માટે પણ વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવ્યા આંખનો દર્દી માટે રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ મળતો હોય છે.

આ કેમ્પમાં સરગમ કલબના ૧૫૦થી ૨૦૦ કાર્યકર્તા સેવા આપતા હોય છે. અંતમાં ગુણવંતભાઈ તમામ લોકોને જન્મદિવસ નિમિતે ભોજન કરાવે છે. કેમ્પ પૂર્ણ થયાબાદ આઠ દિવસ માટે ફોલોઅપની પણ સુવિધા કરવામાં આવે છે. કાર્યક્રમનો ખાસ હેતુ જણાવ્યો કે આજના યુગમાં દવાઓ ખુબજ મોંઘી બનતી જાય છે.

જયારે કોઈ દર્દી ચેકઅપ માટે જાય ત્યારે કેસ કાઢવાના પૈસા વધી જતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ પણ રોગનો નિદાન સારા સર્જન પાસે કરાવી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.