Abtak Media Google News

ધોરાજી-ઉપલેટા રોડ પર કારખાનામાં રહેતા પરિવારની ફરિયાદ લેવામાં પોલીસની આનાકાની

ધોરાજી-ઉપલેટા રોડ પર એશીયન ચુનાના કારખાનામાં મજુરી કરી પેટીયુ રળતા પુનમબેન દલાનાથ સોલંકી (જાતે.બાવાજી) પોતાના પરીવાર સાથે આ કારખાનામાં જ રહી મજુરી કામ કરે છે. પોતાના ત્રણ સંતાનોમાં ૧૯ વર્ષની દિકરી કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયાનું તેમને માલુમ પડતા તેમણે ઉપલેટા પોલીસનો સંપર્ક કર્યો હતો.

Advertisement

જયાં તેમને લુલ્લા જવાબો મળતા પરીવાર દિકરીને ગોતવા જાતે નિકળી પડયો હતો ફરિયાદી સાથે વાતચીત દરમિયાન એવું વધુમાં જાણવા મળ્યું હતું કે, પોલીસે પ્રેમ પ્રકરણનું અનુમાન લગાવ્યું છે. જયારે આવુ કશુ જ ન હોવાનું પરીવારે રટણ કર્યું હતું.

કારખાનામાં મહેતાજી પણાનું કામ કરતા સતીષ વાણંદ તેમના દિકરા માટે છોકરી ઉઠાવી ગયાનું તેમણે પોલીસને પણ જણાવેલ. તેઓને દિકરીને જુનાગઢ બાજુ લઈ જવામાં આવી હોવાનું જણાતા આ પરીવાર જુનાગઢમાં દિકરીની શોધખોળ કરવા આવી પહોંચ્યો હતો. હાલ આ મામલે પોલીસ તંત્ર તરફથી લુલા જવાબો મળી રહ્યા હોવાનું પરીવારે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.