Abtak Media Google News

ઓર્થોપેડીક વિભાગમાં તોડફોડ કરી બધડાટી: પોલીસવાન દોડાવાઇ

રાજકોટની સિવીલ હોસ્૫િટલમાં ખરેડીના દર્દીને અકસ્માતને લઇ ચાલુ ઓપરેશન દરમિયાન મોત નિપજતા મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીના આક્ષેપ સાથે લાફાવાળી કરી વોર્ડમાં બધડાટી બોલાવતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. સાથે મૃતકના પરિવારજનોએ અજાણ્યા વાહન ચાલક અને તબીબો પર બેદરકારીની ફરીયાદ નોંધાવી હતી.

પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ મૃતક સંજયભાઇ વસંતભાઇ પરમાર (ઉ.વ.૪૦) પોતાના પરિવાર ભાવના સંજય પરમાર અને પૂત્રી સાથે બાઇક પર બેસી માલીયાસણી ખેરડી રોડ પર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જેમાં સંજયભાઇને પગના ભાગે ગંભીર ઇજા થઇ હોય તેથી તેમને ઓપરેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હાલતમાં સુધારો આવવાને બદલે ચાલુ ઓપરેશન દરમિયાન સંજયભાઇનું મોત નિપજયું હતું.

તબીબી દ્વારા મરણ ગયેલનું પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ બોલાચાલી તબીબીની બેદરકારીથી મોત નિપજયું હોય તેવા આક્ષેપ  સાથે મૃતકના સંબંધીઓએ ઓથોપેડીક વોર્ડમાં બધડાટી બોલાવી તબીબને બે લાફા ઝીંકી દીધા હતા અને જયાં સુધી મૃત્યુનુ કારણ જણાવવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

મૃતકના સંબંધીઓએ કાચની કેબીન પર ધમપછાડા કરતા હાજર અન્ય દર્દીઓ પણ ફફડી ઉઠયા હતા. ધટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

મૃતકના પરિવારજનો દ્વારા જણાવ્યા અનુસાર સંજયભાઇનો અકસ્માત થતાં તેમને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્૫િટલ ખસેડવામાઁ આવ્યા હતા. પગના ભાગ પાસે ગંભીર ઇજા જણાતા ઓપરેશન કરવામાં આવ્યુઁ હતું અને તબીબ દ્વારા ઓપરેશનમાં કાંઇ ખામી રહી ગઇ હોય તેમ જણાવી અમદાવાદ સારવાર અર્થે ખસેડવાની જાણ કરી હતી.

પરંતુ ઓપરેશન દરમિયાન જ સંજયભાઇનું મોત નિપજતાં પરિવારજનો દ્વારા તબીબ પર શંકા કરી તેમની સામે અમે અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરીયાદના પગલે બન્ને તરફ તપાસનો દોર  શરુ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.