Abtak Media Google News

ગુજરાત રાજયના પૂર્વ નાણામંત્રી અને રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના સમાચાર જાણી ડુમીયાણી વ્રજભૂમિ આશ્રમ ખાતે એક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રાર્થનાસભામાં સ્વ. મનોહરસિંહને શ્રદ્ધાંજલી આપના પૂર્વ શિક્ષણમંત્રી, પૂર્વ સાંસદ અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંત મણવરે જણાવ્યું કે, મેં મનોહરસિંહજી સાથે કામ કર્યું છે. તેમને ખુબ જ નજીકથી ઓળખતો તેઓની કામ કરવાની પઘ્ધતિ ખુબ જ નિરાળી હતી. મનોહરસિંહજી એક કર્મઠ અને નિષ્ઠાવાન રાજપુરુષ રહ્યા છે.

તેમનું વ્યકિતત્વ સાદગી અને વિદ્વતા ખુબ જ આકર્ષિત હતી. રાજકોટની તેમની ઓફિસના દરવાજા કોઈપણ નાત-જાતના ભેદભાવ વિના ગરીબો અને જ‚રીયાતમંદો માટે કાયમી ખુલ્લા રહેતા. પુજાવત્સલ રાજવીની છાપ છોડનાર વિદ્ધાન રાજપુરુષ સવિધાન તેમજ કાયદા કાનુનના જાણકાર હતા.

૧૯૬૨થી જાહેર જીવનમાં આવ્યા ત્યારથી ગુજરાતને એક મોટા ગજાના, ઉચ્ચ ગજાના નેતા અને લોક સેવક મળ્યા હતા. ગરીમાપૂર્ણ રાજા, ઉમદા વ્યકિતત્વ અને લોકનેતા તરીકે કાયમી જીવ્યા હતા. રાજકારણમાં વિરોધીને પણ ખરા દિલની આદર આપતા મોટા ગજાના અધિકારીને પણ વિનમ્ર ભાષામાં પુજાના સેવક તરીકે અહેસાસ કરાવતા એમનું રાજકીય જીવન અનેક લોકો માટે પ્રેરણા‚પ રહ્યું છે.

આવી વિશિષ્ટ વ્યકિત એક મનોહરસિંહજીએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. ગુજરાતે એવી લડાયક નેતૃત્વ ધરાવનારા મનોહરસિંહજીની કાયમી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. સંસ્થામાં મનોહરસિંહજી આવેલા તે યાદોને તાજી કરેલી અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.