Abtak Media Google News

અઘતન સાઉન્ડ સિસ્ટમના સથવારે બુધવારથી રાસોત્સનો પ્રારંભ.

સરગમ લેડીઝ કલબ દ્વારા ડો. યાજ્ઞીક રોડ પર ડી.એચ. કોલેજના મેદાનમાં આયોજીત બહેનો માટેનાં ગોપી રાસોત્સવની લગભગ તમામ તૈયારીઓને ગણવંતભાઇ ડેલાવાળાની દેખરેખ નીચે આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ રાસોત્સવમાં લોકો બેસીને રાસોત્સવ માણી શકે તેમજ ખેલાડીઓને અગવડતા ન પડે તે રીતે ગ્રાઉન્ડની તૈયારી કરવામાં આવી છે.

આ રાસોત્સવ ફકત બહેનો માટે યોજાતો હોવાથી સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. નવરાત્રી દરમિયાન સુરક્ષાના કારણોસર કેમેરા તથા સિકયુરીટી સ્ટાફને પણ સજજ કરાયો છે. આ રાસોત્સવમાં સરગમ પરિવારની બહેનો માટે સીઝન પાસના રૂ ૩૦૦ અને શહેરની અન્ય કોઇપણ બહેનો માટે રૂ ૪૦૦ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત દરરોજે દરરોજ સ્થળ પર ડેઇલી પાસ પણ મળશે. આ રાસોત્સવમાં વેલડ્રેસ સહીતના ૪૦ થી વધુ ઇનામો આપવામાં આવશે. આ રાસોત્સવ માટેના ફોર્મનું વિતરણ ચાલુ છે. ફોર્મ મેળવવા માટે સરગમ કલબ ઓફીસ જાગનાથ મંદીર ચોક, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

ગોપી રાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા ના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા, ગીતાંજલી જેધે, નિલેશ પંડયા, સોનલ ગઢવી, અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે. ની ૫૦ હજાર વોટસની સાઉન્ડ સિસ્ટમ સામે ધુમ મચાવશે.

આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઇનામ આપવા માટે અમોને ઓપ્સન શો રુમ, બાબ લેબ્સ કાું, ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી એન્જલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સુલન એન્ડ એકેડમી, વડાલીયા ગ્રુપ હાઇ બોન્ડ સિમેન્ટ સહીતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.

ગોપી રાસોત્સવમાં તા. ૧૦-૧૦ ના મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઇ કુંડરીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, અરવિંદભાઇ દોમડીયા, નીતીનભાઇ ભારદ્વાજ, જયોતિન્દ્રભાઇ મહેતા સહીતના મહાનુભાવો હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.