Abtak Media Google News

આજકાલ લોકોમાં પાર્ટી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પછી ભલે તે કીટી પાર્ટી હોય, ક્લબ પાર્ટી હોય, નાનામોટા પ્રસંગો હોય કે વારતહેવાર. વળી, પાર્ટીમાં બધા કરતાં અલગ દેખાવાનો ક્રેઝ પણ લોકોમાં ઘણો હોય છે. જેની તૈયારી પાછળ લોકો અધધ ખર્ચો કરતા જોવા મળે છે. નવી ડિઝાઈન, પેટર્ન અને નવા લુકનાં આઉટફિટ અને એક્સેસરીઝની માગ લોકોમાં વધી રહી છે. આી ડિઝાઈનરો પણ લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને નવું કરવાનો પ્રયત્ન કરતા રહે છે. હાલ ફેશનજગતમાં ખાસ પાર્ટીવેર તરીકે વિવિધ ડિઝાઈન અને પેટર્નની કુરતીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં ખાસ વેસ્ટર્ન, ઇન્ડો વેસ્ટર્ન કુરતીઓ મહિલાઓ ને યુવતીઓની પહેલી પસંદ બની રહી છે.

પાર્ટીવેર કુરતીનો ટ્રેન્ડ

હવે લોકો પાર્ટીને અનુરૂપ કપડાં પહેરતાં હોય છે. જેમાં આજકાલ યુવતીઓ અને મહિલાઓ ખાસ કરીને ટ્યૂનિકને બદલે ડિઝાઈનર વેસ્ટર્ન કુરતી પહેરવાનું પસંદ કરતી હોય છે. પાર્ટીમાં હવે ઇન્ડિયન ટચનાં આઉટફિટ પહેરવાનું લોકો ઓછું પસંદ કરે છે. હાલ સિફોન, ક્રેપ, નેટ, જેવાં ફેબ્રિકમાંથી તૈયાર યેલી ફ્લોરી કુરતી પહેરવાનું પસંદ કરતા હોય છે. આ કુરતીમાં વર્ક હોતું નથી. તે સિમ્પલ અને વિવિધ કટવાળી હોય છે.

પાર્ટી માટે કુરતી કલેક્શન

પાર્ટીવેર તરીકેે સ્ટ્રેઈટ કુરતીને બદલે હવે એસિમેટ્રીક કુરતી પહેરી શકાય છે. મોટાભાગે આ કુરતીને બોલિવૂડની હિરોઈન પહેરવાનું પસંદ કરતી હોય છે. આ કુરતી લાઈટવેઈટ ફેબ્રિક જેમ કે, સિફોન, ક્રેપ અને જોર્જટમાંથી તૈયાર કરવામાં આવતી હોય છે.

જ્યારે તુલિપ શેપની ડિઝાઈનર કુરતી પણ પાર્ટીમાં સુંદર લુક આપે છે. હાઈટવાળા લોકોને કુરતી વધારે સારી લાગે છે. જ્યારે પાછળના ભાગ કરતાં આગળનો ભાગ શોર્ટ હોય તેવી હાય-લો કુરતી પણ સ્ટાઈલિશ લુક આપે છે. રિચ અને રોયલ લુક આપતી ગાઉન સ્ટાઈલ કુરતી પણ પાર્ટી ઉપરાંત વિવિધ પ્રસંગોમાં પહેરી શકાય છે.

જે એમ્બ્રોઇડરી, પ્રિન્ટેડ, ડિઝાઈનર અનારકલી સ્ટાઇલમાં મળી રહે છે. ફ્લેર્ડ કુરતીની ફેશન પણ આજકાલ વધુ જોવા મળે છે. જેમાં ખાસ કરીને વાઈડ ફ્લેર્ડ અને નેરો ફ્લેર્ડ કુરતી જોવા મળે છે. આ સિવાય ધોતી સ્ટાઈલ કુરતી, અંગરખા કુરતી, ટ્રેઈલ કટ કુરતી, એ-લાઈન કુરતી, ઓવરલેય કુરતી, ડબલ લેયર કુરતી, લોંગ સ્ટ્રેટ કુરતી, ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલ કુરતીનો ટ્રેન્ડ પણ પાર્ટીઓમાં ઇન છે.

કુરતીઓની સાથે મેચિંગ

ડિઝાઈનર દ્વારા પાર્ટી માટે તૈયાર થયેલી ખાસ કુરતીમાંથી કેટલીક ડિઝાઈનર કુરતી તમે કીટી પાર્ટી, ક્લબ પાર્ટી, પ્રસંગોપાત, લગ્નપ્રસંગે વગેરેમાં પહેરી શકો છો. યુવતીઓ ખાસ કરીને કેઝ્યુઅલ કોટનની કુરતી પહેરવાનું પસંદ કરે છે. જ્યારે પાર્ટી માટે ખાસ સિલ્ક, જોર્જટ, સિફોન, નેટ અને ચંદેરી ફેબ્રિકની કુરતી પહેરે છે. શોર્ટ, નથી લેન્ અને લોંગ સ્ટાઈલમાં તૈયાર થયેલી કુરતીઓ પાર્ટીમાં પહેરવા માટે પસંદ થતી હોય છે. જેને લેગિંગ્સ, ટ્રેગિંગ્સ, જેગિંગ્સ, સ્કિની જિન્સ, જિન્સ, મેચિંગ લેગિંગ્સ, ડિઝાઈર અવા પ્રિન્ટેડ લેગિંગ્સ, સ્ટોકિંગ્સ સાથે પહેરી શકાય. જ્યારે તેના પર મોડર્ન જ્વેલરી, મેટિંગ અવા કોન્ટ્રાસ્ટ પમ્પ્સ, સનગ્લાસ, ફેશનેબલ કે ક્લાસિક જ્વેલરી, ડિઝાઈનર સૂઝ, બ્રેસલેટ વોચ, લોંગ એરિંગ, હાય હીલ્સ, હેટ સાથે પહેરી શકાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.