Abtak Media Google News

એલઇડી લેમ્પ બદલી આપવામાં નહી આવે તો ગ્રાહક સુરક્ષામાં જવાની ચીમકી ઉચ્ચારી

ગુજરાતમા ભાજપ સરકાર દ્વારા ખુબ જ ગાઇ વગાડીને મોટો ઉપાડે પીજીવીસીએલ કંપનીમાં ઉજાલા લેમ્પ સસ્તા ભાવે આપવામાં આવ્યા અને તેમાં ગરેન્ટ પણ એલઇડી લેમ્પ આપવામાં આવેલ પરંતુ રાજુલામાં કેટલાક લોકોના એલઇડી લેમ્પ ઉડી ગયા હોય તેઓ ગેરેન્ટી પીરીયડમાં બદલવા માટે પીજીવીસીએલ માં આવે અને તે અંગે પુછપરછ કરે તો નો કર્મચારીઓ લોકોને ગમે તે જવાબ આપી દયે છે અને તેઓ એવું પણ જણાવે છે કે આ લેમ્પ બદલવાનું અમારુ કામ નથી તો પછી પ્રશ્ર્ન એ ઉભો થાય છે કે તો આ કંપનીના લેમ્પ પીજીવીસીએલ માં શા માટે વહેચવામાં આવ્યા અને ટીવી અને એમએમ રેડીયો પર જાહેરાતોમાં પણ પીજીવીસીએલ નું એડ્રેસ ગાઇવ ગાડીને જણાવતા હતા અને લોકોએ તો પીજીવીસીએલ ના ભરોસે એલઇડી લેમ્પ ખરીદયા તો હવે જવાબદાર કોણ ? આ અંગે રાજુલાના જાગૃત નાગરીક અને વેપારી યોગેશભાઇ આહીર દ્વારા ભાજપના જીલ્લા પ્રમુખ હિરેન હિરપરા, નારણભાઇ કાછડીયા અને ચેમ્બર ઓફ કોમર્સ બકુલભાઇ વોરાને રજુઆત કરેલ હતી અને વડોદરા મેઇન ઓફીસ ઉજાલામાં પણ રજુઆત કરેલ હતી.

આ અંગેની કોઇપણ જાતની કાર્યવાહી થયેલ નથી જયારે સા.કુંડલા અને અમરેલીમાં આ ઉજાલા એલઇડી લેમ્પ બદલી આપવામાં આવે છે તો રાજુલા ને અન્યાય  શા માટે? અને રાજુલા તાલુકાની જનતાને હેરાન પરેશાન શા માટે કરવામાં આવે છે. તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે. આ અંગે જો તાત્કાલીક પગલા નહી ભરવામાં આવે અને એલઇડી લેમ્પ નહી બદલી આપવામાં આવે તો ગ્રાહક સુરક્ષામાં જવાની લોકોને ફરજ પડશે અને લોકો સાથે કરવામાં આવેલ છેતરપીંડીનો પણ કેસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.