Abtak Media Google News

ગુજરાતી સિંગર કિંજલ દવે પર હુમલાના પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોના આધારે કિંજલ દવે ગરબાના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. જ્યાં અગમ્ય કારણોસર કેટલાક યુવાનો ઉશ્કેરાઈને ચાલુ ગરબે સ્ટેજ પર ચઢી આવ્યા હતા અને કિંજલ દવેને મારવાની કોશિશ કરી હતી. બાઉન્સરો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે 23મી ઓક્ટોબરે આબુની એક ખાનગી રિસોર્ટ ખાતે ગરબાનું આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં કિંજલ દવે ગરબા ગાવા ગઈ હતી. આ દરમિયાન કેટલાક યુવાનો સ્ટેજ પર ચઢીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતી લોકસંગીતને જીવંત રાખવાનો પ્રયાસ કરતી તેમજ પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ ખુબ જ નિંદનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.