Abtak Media Google News

પોલીસ કસ્ટડીમાં યુવાનને બે રહેમીથી માર મારનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ

ધ્રાગધ્રા સ્થાનિક પોલીસકર્મીઓ છેલ્લા પાંચેક મહિનાથી હાથના છુટ્ટા થયા હોય તેવુ લાગે છે. ત્યારે ધ્રાગધ્રા તાલુકાના પોલીસકર્મીઓ દ્વારા હાલમા જ રાજપર ગામના યુવાનને રાત્રીના સમયે પોલીસ કસ્ટડીમા ઢોર માર મારતા યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો.

આ બાબતે આજે ઠાકોર સમાજ પણ આક્રામક વલણ દેખાઇ રહ્યુ છે. જ્યારે ઉલ્લેખનીય છે કે ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામના મનસુખભાઇ ઠાકોરને ધ્રાગધ્રા તાલુકાના બે પોલીસકર્મીઓ જેમા ધરમેન્દ્રસિંહ ઉફેઁ ધમભા હેડકોન્સ્ટેબલ તથા ઇન્દુભા કોઅન્સ્ટેબલ નામના કર્મીઓ દ્વારા ઢોર મારમારતા બીજા દિવસે સારવાર માટે હોસ્પીટલ લઇ જવાયા હતા.

જે તે સમયે ઠાકોર સમાજના લોકોને આ બાબતની જાણ થતા ઠાકોર સમાજના આગેવાનો પણ સરકારી હોસ્પીટલે ઉમટી પડ્યા હતા અને આ બંન્ને ખાખીવર્દી કરેલા ગુંડાઓ સામે બાયો ચડાવી હતી જ્યારે આ મામલે આજે ધ્રાગધ્રા ઠાકોર સમાજ મોટી સંખ્યામા એકઠો થયો હતો અને મામલતદાર તથા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસ કરી આ બંન્ને પોલીસકમીઁઓ વિરુધ્ધ કાયદેસર કાગ કર્ય હતી.

જ્યારે આ બાબતે ઠાકોર સમાજના આગેવાન પપ્પુભાઇ ઠાકોર દ્વારા જણાવાયુ હતુ કે પોલીસની વર્દી ધારણ કરેલ આ બંન્ને ર્વીડાઓની રાડ સમગ્ર પંથકમા ગુંજે છે. નાના-મોટા સામાન્ય ઝગડાની ફરીયાદોમા પણ બંન્ને પોલીસકર્મી આરોપીઓને માર નહિ મારવા માટે વહિવટની કરે છે અને જો ન થાય તો ઢોર માર મારે છે ત્યારે અગાઉ બંન્ને પોલીસકર્મી વિરુધ્ધ પથૃગઢ ગામે છેડતીની રજુવાત થયેલ છે. જેથી આવા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામા આવે નહિતો ઠાકોર સમાજ ઉગ્ર આંદોલન કરશે. તેમ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.