Abtak Media Google News

ટેલીકોમ ક્ષેત્રે પણ વોડાફોન અને આઈડિયાને હંફાવી જીયો આગળ

રિલાયન્સ જીયો ભારતમાં દિવસે બમણીને રાત્રે ચાર ગણી પ્રગતી કરી રહ્યું હોય તેમ સિઘ્ધીના શિખરો સડસડાટ સર કરી રહ્યું છે. જયારે જીયો માર્કેટમાં આવ્યું ત્યારે મફત…મફત…મફત… આપી ટેલીકોમ ઉધોગમાં ક્રાંતી લાવ્યું હતું. હવે રિલાયન્સ વાયરલેસ બ્રોડબેન્ડમાં ૫૧ ટકા માર્કેટ ધરાવે છે. આ ઉપરાંત કેબલ કનેકશન, સોલાર એનર્જી અને હોમ એપ્લાયન્સીસ ક્ષેત્રે પણ રિલાયન્સ કાર્યરત છે જેવી રીતે આયુર્વેદમાં રામદેવ બાબાએ પતંજલિની દવાથી શરૂ કરી તમામ વસ્તુઓથી બજાર કબજે કર્યું તેવી રીતે એ સમય દુર નથી જયારે તમાર ઘરવખરીથી લઈને હોમ એપ્લાઈન્સીસ સુધીની તમામ વસ્તુઓ માટે માત્ર એક જ કંપની રિલાયન્સનો સંપર્ક કરવાનો રહેશે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર જીયોના ટેલીફોન સબસ્ક્રાઈબરોનો આંકડો મિલીયનોને પાર કરી રહ્યો છે. રિલાયન્સ દર મહિને ૦.૮૩ ટકાની પ્રગતિ કરે છે. વાયરલેસ બ્રોડબેન્ડમાં ૫૧ ટકા માર્કેટ સાથે પ્રથમ જીયો અને ૨૧.૨૧ ટકા માર્કેટ સાથે ભારતી એરટેલ બીજા ક્રમાંકે છે. ફકત બ્રોડ બેન્ડની વાત કરીએ તો જીયો ૨૩૯ મિલિયન વાયરલેસ સબસ્ક્રાઈબર ધરાવે છે. ભારતમાં સૌપ્રથમ અને એકમાત્ર ફોર-જી નેટવર્ક આપનાર રિલાયન્સે બીએસએનએલ અને એરટેલ જેવી કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે.

પહેલા જીયો સાવ મફત ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ લાવ્યું ત્યારબાદ મુકેશ અંબાણીના લોંગ ટર્મ વિઝનને કારણે કંપનીને એકાએક નફો શરૂ થયો. ફકત ટેલીકોમ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો જીયો ૨૦.૫૦ ટકા માર્કેટનો હિસ્સો ધરાવે છે ત્યારે વોડાફોન અને આઈડિયા ૧૯ અને ૧૮ ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.