Abtak Media Google News

મંદિરમાં દરેક તહેવારો આસ્થાભેર ઉજવાઇ છે: દેશ-વિદેશથી શ્રઘ્ધાળુઓ આવે છે: નૂતનવર્ષે અન્નકુટ દર્શન

ધોરાજી શહેરમાં લગભગ ૪૦૦ વર્ષ પૂરાણુ મહાલક્ષ્મીજી માતાજીનું મંદિર આવેલ છે. આ મંદીર વિશે એવી લોકવાયકા છે આ મંદીર વાળુ મકાન મુસ્લીમ ઘાંચીનું હનું અને તે તેના પરીવાર સાથે ત્યાં રહેતા હતા. તેને સ્વપ્નામાં કમળના ફુલ પર બેઠેલ માતાજી વારંવાર દેખાતા હોય તેમણે તેના ધર્મગુરુઓને વાત કરેલ અને તેના ધર્મગુરુઓએ હિન્દુ બ્રાહ્મણી પંડીતોને આ બાબતે જાણ કરતાં તે મહાલક્ષ્મીજી હોવાનું જણાવેલ જેથી જે તે વખતના રાજવી ગોંડલ સ્ટેટે આ મકા તે ઘાંચી પાસેથી મેળવી શ્રીમાળી બ્રાહ્મણી જ્ઞાતિના વહીવટ તળે મંદીર બાંધવાનુું ઠરાવેલ અને સમગ્ર ગુજરાતમાં એક ધોરાજીમાં અને એક પાટણ શહેરમાં બે જગ્યાએ જ સર્વાગી મહાલક્ષ્મીજીની મુર્તિઓ છે. દિવાળીના તહેવારમાં દેશ-વિદેશથી ઘણા શ્રઘ્ધાળુઓ અહીં દર્શનનો લાભ લેવા આવે છે અને મંદિર તરફથી તમામ દર્શનાર્થીઓને ચુંદરી કંકુની વિના મૂલ્યે પ્રસાદી આપવામાં આવે છે.

આ મંદીરનો ઉતરોતર વિકાસ થતા હાલ લગભગ રર લાખરૂપીયાના ખર્ચે શીખર બંધ મંદીર બનાવાયેલ છે. મંદીરમાં તહેવારો નીમીતે સોનાના દાગીનાઓ ચડાવવામાં આવે છે.

નવરાત્રી દરમ્યાન ભવ્યાતિભવ્ય આરતી દર્શન થાય છે. હાલ આ મંદીરના ટ્રસ્ટમાં અનસુતાબેન ત્રિવેદી, પીનાકીનભાઇ કવિશ્ર્વર, ચંદુભાઇ વકીલ, બકુલભાઇ કોટક, ચેતનભાઇ ત્રિવેદી, જગદીશભાઇ ત્રિવેદી, સેવાઓ આથી રહ્યા છે. દિવાળીની રાત્રી તથા નૂતનવર્ષના સવારે મંદીરમાં ખુબ જ મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવશે. નૂતનવર્ષના દિવસે અન્નકુટ દર્શન પણ ગોઠવવામાં આવે છે.

ધોરાજી વેપારી મંડળ દ્વારા દિવાળીની રાત્રે મંદીરને અતિપૌરાણીક અને સ્વયંભૂ બીરાજમાન માતાજી તો તેમના દર્શનનો લાભ લેવો અનેરો લહાવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.