Abtak Media Google News

દિવાળી પર્વ પુરો થતાની સાથે જ આજે લાભ પાંચમના શુભ મુહૂર્તે શહેરના તમામ વેપાર-ધંધા ધમધમી ઉઠયા છે. ધંધાર્થીઓ-વેપારીઓ પોત-પોતાના કામ ધંધાની વધુ પ્રગતિની નેમ સાથે કામે લાગી ગયા છે. શહેરની તમામ બજારોની સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓ-કર્મચારીઓએ પોતાની નોકરી ચાલુ કરી દીધી છે.

2 32 કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, પીજીવીસીએલ, બહુમાળી ભવન સહિતની ઓફિસો પૂર્વવત શરૂ થઈ છે. નવા વર્ષે શહેરીજનોના કામો પૂર્ણ કરવા તેમજ વધુને વધુ સુવિધાઓ પુરી પાડવાની નેમ સાથે કાર્યાલયો ધમધમવા

લાગ્યા છે. લાભ પાંચમના વણજોયું મુહૂર્ત હોય લોકો પોતાના નવા સોપાન, દુકાનો-શો‚મનું ઉદઘાટન કરે છે. આ ઉપરાંત નવા મકાનનું વાસ્તુ, વાહનોની ખરીદી, લગ્ન પ્રસંગની ખરીદીઓ શરૂ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.