Abtak Media Google News

જલારામ જયંતિ નિમિત્તે આઠ ફૂટનો રોટલો બનાવી ને મુકતા તેનો ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે 4 કલાકની મહેનત બાદ આ રોટલો તૈયાર થયો છે.જય જલારામના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. આ બાબતે વાત કરીએ તો સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં જલારામ મંદિર થી શોભાયાત્રા નીકળી હતી જે નગર દરવાજા ચોકમાં સમારોહ યોજાયો હતો.

જ્યાં જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડના પ્રમુખ પવનભાઈ સોલંકી, બબલુ મીરાણી, ઘનશ્યામ પુજારા, ગિરીશ ઘેલાણી અને મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સૌની હાજરીમાં ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ ના પ્રમુખ પવન સોલંકી એ આ રોટલો બનાવનાર ઘનશ્યામભાઈ પૂજારા તથા તેમની ટીમને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું અને ત્યાં પ્રદર્શનમાં રાખેલ રોટલા માંથી પ્રસાદ રૂપે ટુકડો લઈ સૌ ધન્યતા અનુભવતા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.