Abtak Media Google News

૨૦૧૯ જાન્યુઆરી પહેલા ૧૦ મીશન સર કરશે ઇસરો: કે. શિવન

જીસેટ ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ રોકેટ

ઇસમો દ્વારા બુધવારે સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણ કક્ષામાં જીસેટ-ર૯ નામનો સંચાર ઉપગ્રહ મુકયો, જયારે જેએસએલવી એમકે-૩ રોકેટની પણ ઇસરોને સફળતા પ્રાપ્ત થઇ હતી. જે આગામી ચાર વર્ષોમાં ચંદ્રપાનર અને માનવ અવકાશ મિશનને શરુ કરવા તૈયાર છે. ઇસરોના અઘ્યક્ષ કે.શીવનએ જણાવ્યું હતું કે, સફળ પ્રક્ષેપણ સાથે ઇસરો જીએસએલવી એમ કે ૩ ના વિકાસકારી કાર્ય પૂર્ણ કર્યુ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એમકે ૩ ઇસરોની પ્રથમ ઓપરેશનલ ફલાઇટ હશે.

જાન્યુઆરી ૨૦૧૯માં ઘણી યોજનાઓ ઘડવામાં આવી છે જેમાં રોકેટ માનવને પણ અવકાશમાં લઇ જશે. સૌ પ્રથમ માનવરહિત મિશન ડિસેમ્બર-૨૦૨૦ માં હશે. તેઓએ જણાવ્યું હતું કે ૯૦ ટકા જેટલું કાર્ય ઉદ્યોગો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લોન્ચર અને સેટેલાઇટનું પણ કાર્ય હતું. તેઓએ દોષરહિત સિસ્ટમો અને હાર્ડવેર પણ પુરા પાડયા હતા.

૩૪૨૩  કિલોગ્રામનાં સંચાર ઉપગ્રહને ૧૦ વર્ષ માટે બનાવવામાં આવ્યું છે જેમાં ત્રણ એકસીસ બોડી, જ રાંચારના ટ્રાન્સપોન્ડરને પણ સાથે રાખે છે. જેનો ઉપયોગ દુર અને અંતરિયાળ વિસ્તારનાં વપરાશકર્તાઓની સંચાર જરુરીયાતને પહોંચી વળવા કરવામાં આવ્યું છે.

જીસેટ ર૯ ઇસરો દ્વારા બનાવાયેલા અદ્યતમ ઉચ્ચ થ્રુપટ કોમ્યુનિકેશન ઉપગ્રહમાનું એક છે. ૨૦૧૮ ડીસેમ્બર માસમાં જીસેટ-૧૧ અને ૨૦૧૯માં જીસેટ-૨૦ ને લોન્ચ કરવામાં આવશે. જે દેશને હાઇ-સ્પીડ ઇન્ટરનેટની સેવા પુરી પાડશે. અને શહેરો અને અંતરિયાળ વિસ્તારનાં ગામો વચ્ચેનો તફાવત પણ દુર કરશે.

ઇસરો સ્પેશ એજન્સીના અઘ્યક્ષ કે. શિવનએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં ૧૦ નવા પ્રોજેકટો લોન્ચ કરી દેવામાં આવશે. જેમા જાન્યુઆરીમાં ચંદ્રયાન ર ને પૃથ્વીની ભ્રમણકક્ષા માં મૂકાશે. જે જીએસએલવી એમકે ૩ નું પ્રથમ ઓપરેશનલ મીશન બની રહેશે.

જે ૧૦ મીશનની વાત કરવામાં આવે તો તેમાં ૬ ઉપગ્રહ મિશન તેમજ ચાર લોન્ચ વાહન મીશન છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આ કાર્ય ખુબ જ કઠીન છે અને મોટું પણ છે. જીસેટ ર૯ ના લોન્ચ બાદ તેઓએ સ્પષ્ટ પર્ણ જણાવ્યું હતું કે ભારતે સૌથી ભારે પ્રક્ષેપણએ તેની વિકાસ ફલાઇટપૂર્ણ કરી છે. અને તે ઇસરોનાં લોન્ચર્સના ઓપરેશન જુથમાં પ્રવેશ કર્યુ છે જે પીએસએલવી અને જીએસએલવી સાથે કાર્ય કરશે.

જીસેટ ર૯ માટે તેઓએ જણાવ્યું હતું કે જીસેટ ર૯ ઉપગ્રહ કા અને કુ બેન્ડમાં મહત્વપૂર્ણ પેલોડસ ધરાવે છે. અને તે ભારતમાં અંતરિયાળ વિસ્તારો તથા દુર વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર, તેમજ ઉત્તર-પૂર્વમાં ડીજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ સેવા આપશે. જીસેટ ર૯ માં જીઓ હાઇ રિઝોલ્યુશન કેમેરા જે ઉચ્ચ રિઝોલ્યુશન ફોટાને હાથ ધરે છે. જયારે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન પેલોડ ઓપ્ટિકલ લિન્ક દ્વારા ખુબ ઉંચાદર પર ડેટા ટ્રાન્સમીશન દર્શાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.