Abtak Media Google News

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્યો ખુલાસો

છેલ્લા થોડા સમયથી આધારકાર્ડની ખાનગી વિગતો લીક થવાના બનાવો બહાર આવી રહ્યા છે ત્યારે કેન્દ્રને સુપ્રીમ કોર્ટમાં આ બાબતે ખુલાસો કરતા કહ્યું છે કે યુઆઈડીએઆઈ કે સરકારી કચેરીઓ આધારની માહિતી લીક થવા પાછળ જવાબદાર નથી. સરકારે આ સિસ્ટમ એકદમ સુરક્ષિત બનાવી છે અને તેમાં સંપૂર્ણ જાતની પારદર્શકતા રાખવામાં આવી છે ત્યારે સરકારી કચેરીઓ કે યુનિક આઈડેન્ટીફીકેશન ઓફિસ દ્વારા આધારની કોઈપણ જાતની વિગતો જાહેર કરવામાં આવતી નથી. હાલમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠ પાન સહિતની જગ્યાઓએ આધારકાર્ડને ફરજીયાત કરવા બાબતે થયેલી અપીલની સુનાવણી શ‚ કરી છે. જેમાં આધારકાર્ડની વિગતોની સુરક્ષા બાબતે સવાલો ઉઠયા છે ત્યારે વિવિધ દસ્તાવેજો સાથે આધારને લીંકઅપ કરવા કેટલા યોગ્ય છે તેવા સવાલો ઉઠી રહ્યા હતા. જોકે કેન્દ્રના ખુલાસા બાદ પણ ખંડપીઠ દ્વારા આ બાબતે વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડેટા લીક થવા પાછળનું કારણ શું છે ? અને અાધાર કેટલાઅંશે સુરક્ષિત છે.

વધુમાં એમ પણ પુછવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં આધારકાર્ડ સંલગ્ન વિગતો લીક ન થાય તે માટે શું પગલા ભરવામાં આવશે. કોર્ટે આ મુદાને અત્યંત ગંભીરતાથી લીધો હતો. કારણકે લોકોની ખાનગી વિગતો સાથે આ પ્રશ્ર્ન જોડાયેલો છે.

નવીદિલ્હી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.