Abtak Media Google News

રામનાથપરામાં યુવતીના ઘરે જઈ માથાકુટ કરતા પોલીસે શખ્સની કરી ધરપકડ

શહેરમાં રામનાથપરામાં રહેતી યુવતી પર તેના ચુનારાવાડમાં રહેતા પુરુષ મિત્રએ મારમારતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી છે. ઘટનાની જાણ એ ડિવીઝન પોલીસ મથકમાં થતા પી.એસ.આઈ કે.એ.જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે જઈ યુવાનને ઝડપી પાડયો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામનાથપરામાં રહેતી શહેનાઝબેન નામની ૨૨ વર્ષીય યુવતી પર તેના જ પુરુષ મિત્ર અભય ઉર્ફે અભલા શિયાળે ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

ઘટનાની જાણ થતા પીએસઆઈ કે.એ.જાડેજા સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઈ યુવાન અભયની ધરપકડ કરી છે. પોલીસે પુછતાછમાં યુવતી શહેનાઝબેને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી પોતે અભય ઉર્ફે અભલા સાથે લીવ ઈનમાં રહેતી હોય અને એજ સમયગાળા દરમિયાન એક પુત્રી પણ જન્મ આપ્યો હતો. છેલ્લા થોડા સમયથી અભય દારૂ પી પજવણી કરતો હોવાથી શહેનાઝબેન પોતાના પિતાને ઘેર આવી જતા ઉશ્કેરાયેલા યુવાને શહેનાઝબેનના ઘરે જઈ યુવતી પર ધોકા વડે હુમલો કરતા યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.