Abtak Media Google News

આ સિઝનમાં મોટા ભાગના બધા કલર ફેશનમાં છે. ઓરેંજ, કોપર ઉપરાંત પ્રત્યેક ફ્લોરલ કલર ઇન છે.  આમેય ગરમીમાં અકળાઈ જઈએ ત્યારે આ રંગો આપણને ફ્રેશ લુક આપે છે.

ઉનાળાની ઋતુમાં કોઈપણ ડ્રેસ ખરીદવાી પહેલા તે તમારા માટે કમ્ફર્ટેબલ છે કે નહીં તે ચકાસી લેવું સૌી વધુ જરૃરી છે. અને કમ્ફર્ટ સો ફેશન તો ખરી જ. ફેશન ડિઝાઈનરો આ સમરના ટ્રેન્ડ વિશે જાણકારી આપતાં કહે છે કે વન પીસ, જંપસૂટ, પ્લેસૂટ એકદમ આરામદાયક હોવાી દર વર્ષની જેમ આ વર્ષે પણ તે ઇન છે. આ ઉપરાંત ની લેન્ સ્કર્ટ પણ આકર્ષક અને આરામદાયક લાગે છે.

ઇવનિંગ પાર્ટી માટે ડ્રેપ અને રેપ ડ્રેસ, મેકસી ડ્રેસ અને શીયર ટયુબ ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. હા, વન શોલ્ડર ડ્રેસ, જેકાર્ડ કોટન કે બનારસી કોટનના અનારકલી પણ પાર્ટીમાં એલિગંટ લુક આપે છે.

બપોરના સમયે ગરમીનો પારો એકદમ ઊંચે ચડી ગયો હોય ત્યારે બહાર જવાની જરૃર પડે તો ફલોઇંગ પાયજામા સો શોર્ટ કુરતી અવા ક્રોશિયાના ડ્રેસ રાહતદાયક અને સ્ટાઇલિશ લાગશે. જ્યારે સૂરજ ઢળ્યા પછી ફરવા નીકળો ત્યારે કેપ્રી, કાર્ગો કે શોર્ટસ સો ોડું ફિટિંગવાળું ટોપ પહેરી શકાય.

ઓફિસમાં ફોર્મલ પોશાક પહેરવાનો હોય ત્યારે ટેલર્ડ બ્લેઝર, ફિટેડ કાર્ડિગન અને ટાઈ અચ્છા વિકલ્પ છે. તમે ચાહો તો શોર્ટ સ્કર્ટ સો પણ બ્લેઝર પહેરી શકો.

આ સિઝનમાં મોટા ભાગના બધા કલર ફેશનમાં છે. ઓરેંજ, કોપર ઉપરાંત પ્રત્યેક ફલોરલ કલર ઇન છે. આ રંગો આપણને ફ્રેશ લુક આપે છે. આમેય ગરમીને કારણે અકળાઈ જઈએ ત્યારે આપણા ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ આવતી હોય છે. પરંતુ આવા કલરના વો પહેરવાી આપણો ચહેરો તાજો લાગે છે.

સામાન્ય રીતે આ મોસમમાં આપણે બ્લેક કલર પહેરવાનું ટાળીએ છીએ. પણ સાંજની પાર્ટીમાં ’જસ્ટ ફોર ચેન્જ’ કાળા રંગના ખુલતા વો પહેરી શકાય. હા, બ્લેક એન્ડ વાઈટનું કોમ્બિનેશન પણ બહુ સરસ લાગશે. જોકે પાર્ટીમાં ગ્લેમરસ લુક માટે ગ્રે, નેવી બ્લુ અવા વાઈન કલર પરફેક્ટ ચોઈસ ગણાશે. પરંતુ સૂધિંગ લુક માટે એકવા બ્લુ, ઓલિવ ગ્રીન, રોઝ કે પિંક શેડ બેસ્ટ ચોઈસ બની રહેશે. સ્ટ્રાઈપ્સ અને ફલોરલ પ્રિન્ટ દર ઊનાળામાં ફેશનમાં રહે છે. તેવી જ રીતે આ મોસમમાં પણ ઇન છે. ફલાવર પ્રિન્ટમાં પિકોક, યેલો, રેડ, પર્પલ, ગ્રીન કે ગુલાબી રંગ ખૂબ સુંદર દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.