Abtak Media Google News

સાવરકુંડલા તાલુકાનાં વંડા ખાતે શિક્ષણસેવાનો સમર્પણ અને લોકાર્પણ સમારોહ સંપન્ન

સમાજનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે અને એટલા માટે જ રાજય સરકારે શિક્ષણનું મહત્વ સમજીને તાજેતરમાં સરકારે રાજયનું કોઇ પણ બાળક શિક્ષણી વંચિત ન રહી જાય તે માટે  તેમજ હાલમાં ખાનગી સંસઓનાં ફિનાં ધોરણને કારણે કોઇ બાળકનાં વાલીને ફી બાબતે ર્આકિ મુશ્કેલી ન અનુભવવી પડે તે બાબતને ધ્યાનમાં રાખીને  શાળાઓને માટે કેટલી ફી લેવી તેનું નિયમન કરેલ છે. તે માટે ચોકકસ નિતિ બનાવવવામાં આવી છે  અને ફિ નિયંત્રણ ધારો અમલમાં લાવેલ છે તેમ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં વંડા ખાતે બીલખિયા કોલેજ અને શાળાનાં લોકાર્પણ સમારોહમાં જણાવ્યુ હતું.

રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વંડા ખાતે જી.એમ. બિલખીયા કોલેજ અર્પણ તા સર્વમંગળ જી.એમ અંગ્રજી માધ્યમની કોલેજનાં લોકાર્પણ સમારોહનું મંગલદીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમની સો કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમ રૂપાલા, ગફૂરબાપા, સંતો-મહંતો ઉપસ્તિ રહયા હતાં. આ તકે કોલેજનું અર્પણ અને શાળાનું લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકાર ધ્વારા ખેડૂતો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા આવેલ છે તેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સરકારે તાજેતરમા ટેકાનાં ભાવી ખરીદી કરેલ છે, ખેતી માટે વિજ પુરવઠા નિયમિત મળી રહે તે માટે બીજુ વિજ કનેકશન આપવામાં આવી રહયા છે, જંગલી પશુઓ ખેતીનાં પાકને નુકશાન ન કરે તે માટે ખેતર-વાડીને ફરતી વાડ કરવા માટે રાજય સરકાર ખેડુતોને ર્આકિ રીતે સહાયકારી બની રહી છે. પશુપાલનની પ્રવૃતિને વેગવાન કરવા માટે પણ સરકાર ખુબજ સક્રિય પગલા ભરી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

સૌરાષ્ટ્રને પાણીની સમસ્યાને ભુતકાળની બાબત કરવા માટે રાજય સરકારે કમરકસી છે અને તે માટે રાજય સરકારે મહત્વાકાંક્ષી એવી સૌની યોજના અમલમાં મુકલે છે જેના કી સૌરાષ્ટ્રનાં તમામ ડેમોને નર્મદાનાં પાણીી ભરી દેવામાં આવશે તે માટે ખુબજ ઝડપી કામગીરી ઇ રહી છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું.

રાજય સરકારે તાજેતરમાં લોકહિતનાં લીધેલા નિર્ણયોની જાણકારી આપતા જણાવેલ કે ગુજરાતનાં યુવાનોને નશા મુકત રાખવા નશાબંધી કાયદાનું કડક અમલ કરાવવામાં આવી રહયુ છ તેમજ ગૈાવંશની હત્યા અટકાવવા માટે પણ કાયદો અમલમાં મુકેલ છે. ગુજરાતનાં બાળકોને શિક્ષણ સુલભ બની રહે તે માટે શિક્ષણ ફિ નિયમન ધારો અમલી કરવામાં આવ્યો રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું.

સમર્પણ એવં લોકાર્પણમ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સામાજિક-ધાર્મિક સંસઓ, વિવિધ સમાજ- સંગઠનો, અગ્રણીઓ, મહાનુભાવો તા સંતો-મહંતો ધ્વારા અદકેરૂ ગૌરવપ્રદ સન્માન કરવામાં આવ્યુ હતું.

કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, આજે વેપાર ઉધોગ જગતમાં ગુજરાતીઓ પોતાના પ્રબળ પુરૂર્ષાી ગુજરાતનો ડંકો વગાડી રહયા છે તે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે અને તેમાય વંડા જેવા નાનકડા એવા ગામમાં કોલેજ હોય તે પણ આપણા માટે સુખદ બાબત છે. આ તકે તેમણે ગફુરબાપાની અને સ્વામિનારાયણ સંસઓની સમાજ માટે  શરૂ કરવામાં આવેલ અનેકવિધ શૈક્ષણિક પ્રવૃતિઓની પણ સરાહના કરી હતી

રાજયનાં પુર્વમંત્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, દરેક વ્યકિતએ સમાજને સમર્પિત વું જોઇએ તે દરેક નાગરિકનો સાચો ધર્મ છે જેનું ઉતમ ઉદાહરણ શ્રી ગફૂરબાપાએ પુરૂ પાડેલ છે તેમનું કાર્ય દરેક માટે સાચા ર્અમાં પ્રેરણારૂપ છે. આ તકે ગુરૂકુળનાં વિર્ધાીશ્રી જય પરસાણાએ તેમનાં પ્રાસંગિક ઉદબોધનમાં સંસની શિક્ષણ પ્રવૃતિઓ અંગે પ્રતિભાવ આપેલ હતો. સ્વાગત પ્રવચનમાં  મેનેજીંગ ટ્રસ્ટીશ્રી શાી હરિજવનદાસજીએ ઉપસ્તિ મહાનુભાવોને આવકારી તેમની સંસઓની સામાજીક અને શૈક્ષિણક સેવા પ્રવૃતિઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી તેમની સો તેઓએ ગફુરબાપાએ સમાજ માટેનો શરૂ કરેલ સેવાયજ્ઞની પણ જાણકારી પુરી પાડી હતી

સમારોહમાં રાજયનાં મંત્રી વલ્લ્ભભાઇ વઘાસીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય બાવકુંભાઇ ઉંધાડ,  ડો. મગનબાપા સુહાગીયા, સ્વામિ  ઘનશ્યામપ્રકાશદાસજી,  દેવપ્રકાશદાસજી, ધર્મપ્રિયદાસજી, મહાનુભાવો લાલજીભાઇ પટેલ,  કાન્તિભાઇ ગઢિયા, સંતો- મહંતો, શ્રેષ્ઠીઓ, સામાજીક- રાજકિય મહાનુભાવો, જિલ્લાનાં હોદેદારો, વિશાળ સંખ્યામાં હરીભકત તા ગ્રામજનો ઉપસ્તિ રહયા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.