Abtak Media Google News

જીસેટ-૯ સાઉ એશિયા કોમ્પ્યુનિકેશન સેટેલાઈટ ક્ષેત્રે કનેકટીવીટી મજબૂત કરશે: આ સેટેલાઈટ માટે ભારતને ૧૨ વર્ષમાં ૯૬ કરોડ રૂપિયા મળશે

ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, અફઘાનિસ્તાન અને માલદીવ્સ માટે એક સહિયારો સેટેલાઈટ આજે અવકાશમાં તરતો મુકવામાં આવ્યો છે. આ તમામ દેશો સાર્કના ૭ દેશો છે. માત્ર પાકિસ્તાનને બાકાત રાખવામાં આવ્યું છે. હવે આ દેશો કોઈ પણ માહિતી જોઈતી હશે ત્યારે ઈસરો પાસેી મેળવી શકશે. ઈસરોના આ પ્રયાસી ચીનને અવકાશી ક્ષેત્રે મ્હાત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સેટેલાઈટમાં ખર્ચ ‚ા.૪૫૦ કરોડ છે. મિશનની લાઈફ ૧૨ વર્ષની રહે. સેટેલાઈટને જીએસઅરોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે. સેટેલાઈટ કયુબેન્ડ પર કામગીરી કરશે. સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ એશિયાના દેશો વચ્ચે કોમ્યુનિકેશન અને ખાસ કરીને ઈમરજન્સીની સ્િિતમાં મદદ કરવાનો છે. સેટેલાઈટનું વજન ૨૨૩૦ કિલોગ્રામ છે. ઉપગ્રહને જી-સેટ ૯ નામ આપવામાં આવ્યું છે.

પ્રોજેકટમાં જોડાયેલા દેશો ભારતને ૧૨ વર્ષ સુધી ૯૬ કરોડ ‚પિયા ચૂકવશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ, ટીવી બ્રોડકાસ્ટીંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટેલી મેડીસીન અને ટેલી એજયુકેશન ક્ષેત્રે મદદ મેળવશે. સભ્ય દેશો ૩૬-૫૪ મેગાહટ્સ ક્ષમતાના ટ્રાન્સફોન્ડર્સ મોકલી શકશે. અગાઉ પાકિસ્તાન અને શ્રીલંકાએ ચીનની મદદી આ પ્રકારનો સેટેલાઈટ બનાવ્યો હતો. હવે ભારત તે સેટેલાઈટી વધુ વિકસીત સેટેલાઈટ ૫૦ મીટર લાંબા રોકેટી અવકાશમાં તરતો મુકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.