Abtak Media Google News

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનેક બેન્કો ખુલવાથી ઓટોમેશન આપવા છતા હજારો કર્મચારીઓની જરૂર રહેવાની હોવાનો બેકિંગ સેકટરનો મત

આજના સમયમાં રોજગારી ક્ષેત્રે જેમ વ્યકિતનો સૌથી મોટો સહાયક ટેકનોલોજી છે તેમ સૌથી મોટો હરિફ પણ ટેકનોલોજી જ છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવી ન શકનાર વ્યકિત ગમે તે ક્ષેત્રમાંથી ફેંકાઈ જાય છે. બેકિંગ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકનાર સ્કીલ્ડ કર્મચારી જ આગામી સમયમાં ટકી શકશે. આ મામલે વધુ વિગતો માટે ટીમ અબતક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોટક બેંક બ્રાંચ મેનેજરના સમર્થ બુદ્ધએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં બેંક ક્ષેત્રમાં મેન્યુઅલી વર્ક થતુ હતું. જયારે આજની ટેકનોલોજી પ્રમાણે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ પેપરલેસ, ટ્રાન્ઝેકશન થતા જશે. બુકસ ઓફ એકાઉન્ટ પેપર પર થતુ હતું એ હવે ઓનલાઈન રીપોર્ટીંગ થઈ ગયું છે. નેટબેકિંગ અનસેફ (અસલામત) છે એવું નથી આપણે સજાગ તો બધુ બરોબર રહે છે. આધુનિકીકરણથી સાથે ફેરફાર થવાથી ઘણા લાભ થાય છે. ટાઈમ મુજબ કામ કરી શકો છો. મોબાઈલ, કોમ્પ્યુટરથી પણ કામ થયું છે.

કોટક મહિન્દ્રા બેંકમાં ૮-૧૧ (૮ નવેમ્બર) મોદી સરકારની સ્કીમ ડિમોટીલાઈઝેશનનું હતું એ શ‚ કર્યું છે. બેન્કિંગમાં આધાર બેઈઝ એકાઉન્ટ ખોલાવી શકાય છે. વ્યકિતનું આધાર અને પાનકાર્ડ હોય ત્યારે ફકત ૧૦ જ મિનિટમાં ઝીરો બેલેન્સથી ખાતુ ખોલાવી શકાય છે. હવેના સમયમાં લેબર વર્ક એન્ડ સ્કીલ બેઝિકમાં નિપૂણ હોય તેવા કર્મચારીઓની જ‚ર છે. ટેકનોલોજી એટલે ઓટોમેશન આવવાથી કર્મચારી તેમજ નવી ભરતીમાં કોઈ નહીં પડે કારણકે આવતા દિવસોમાં શહેરથી લઈ ગામડા સુધી બેંકો ખુલવાની જ છે. જયારે ઓટોમેશન વધવાથી કર્મચારીઓની જ‚ર વધુ રહેશે પરંતુ એવા કર્મચારી જે સ્કીલ ધરાવતા હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.