Abtak Media Google News

જામનગરના મોહનનગરમાં આવેલા એક મકાનમાં શનિવારની સવારથી રાત્રિ સુધીમાં પાછળના ભાગનો દરવાજો તોડી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ ત્યાંથી સાત તોલા જેટલા વજનના સોનાના દાગીના અને રૃા.૧ લાખ ૯૪ હજારની મત્તાની ચોરી કરી છે. ઉપરાંત કાલાવડના રાજસ્થળી તેમજ નગરની નાગેશ્વર કોલોનીના એક મકાનમાં પણ હાથફેરો થયો છે. જ્યારે કલ્યાણપુરના સૂર્યાવદરમાં શાળાના ચાલતા બાંધકામના સ્થળેથી તેર ટન સળિયા ચોરાઈ ગયા છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ગુલાબનગર સામેના મોહનનગરની શેરી નં.૯માં રહેતા અનિશભાઈ પ્રભુદાસ હરસોરા નામના લુહાર આસામી ટાઉનહોલ વિસ્તારમાં રાચરચીલાની દુકાન ધરાવે છે. તેઓના મકાનમાં ગયા શનિવારની સવારના છ વાગ્યાથી રવિવારની રાત્રિ સુધીમાં કોઈ તસ્કરો મકાનના પાછળના ભાગમાં આવેલો લાકડાનો દરવાજો તોડી ઘૂસ્યા હતા.

મકાન માલિકની ગેરહાજરીનો સંપૂર્ણ રીતે લાભ ઉઠાવી તસ્કરોએ અંદર પડેલા લોખંડના એક કબાટને તોડી નાખી તેમાંથી આશરે ૬૮ ગ્રામ વજનના જુદા જુદા સોનાના દાગીના તેમજ રૃા.૧ લાખ ૯૪ હજાર રોકડા શોધી કાઢયા હતા. દાગીના તથા રોકડ મળી કુલ રૃા.૩,૨૬,૦૦૦ની કિંમતની માલમત્તા ઉઠાવી તસ્કરો પોબારા ભણી ગયા હતા જેની રાત્રે ઘેર આવેલા અનિશભાઈના પરિવારને જાણ થતા પોલીસને વાકેફ કરવામાં આવી હતી.

દોડી ગયેલા સિટી-એ ડિવિઝનના પીઆઈ કે.કે. બુવળ તથા સ્ટાફે અનિશભાઈની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી એફએસએલની મદદ મેળવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જે મકાનમાં ચોરી થઈ છે તે મકાન સિવાયના અન્ય મકાનમાં અનિશભાઈનો પરિવાર વસવાટ કરે છે અને તે મકાનનો રાત્રે સૂવા માટે જ ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં ત્યાં દાગીના તેમજ રોકડ રાખવામાં આવ્યા હતા જેની તસ્કરોને કોઈ રીતે જાણ થઈ જતાં હાથફેરો થઈ ગયો છે.

કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતા ભરતભાઈ હરજીભાઈ અમીપરા નામના આસામીના રહેણાંકના ડેલાનું તાળું તોડી ગઈ તા.૧૧ની સાંજના સમયે કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા. તેઓએ ઘરમાં પડેલા કબાટમાં ખાંખાખોળા કરી તેમાંથી સોનાનો સવા તોલા વજનનો ચેન શોધી કાઢયો હતો. અંદાજે રૃા.રપ હજારની કિંમતનો ચેન તફડાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા જેની બાર દિવસ પછી ભરતભાઈએ શનિવારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ ડી.પી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.