Abtak Media Google News

બ્લડ કેન્સર અને તેને લગતી બિમારીઓમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અંગે માહિતી અને જાગૃતિ હેતુ કાર્યક્રમ યોજાયો.

એડલાઇફ ફાઉન્ડેશન સમાજમાં કેન્સર જાગૃતિની મુહિમ સાથે આગળ વધી રહ્યું છે. સૌ પ્રથમ તો આપણો સમાજ કેન્સર મુકત રહે અને જો કોઇને કેન્સર થાય તો તેની કેન્સર સામેની લડતમાં હોલિસ્ટિક અપ્રોચ સાથે મદદરુપ થવા ફાઉન્ડેશન સેવારત છે. આ સિવાય ડોકટર અને દર્દી વચ્ચે સેવા સૂત્ર બનવાનું અને કેન્સર સપોર્ટ ગ્રુપના માઘ્યમથી પ્રત્યેક તબકકે દર્દીને મદદરુપ થવાનું કાર્ય પણ એડલાઇફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

કેન્સર રોગ વિશે જનજાગૃતિના પ્રયાસને વધુમાં વધુ જનતા સુધી પહોચાડવાના આશયથી એડલાઇફ ફાઉન્ડેશન દ્વારા અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ અવિરત પ્રયાસના ભાગરુપે બલ્ડ કેન્સર અને તને લગતી બાબતોમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે મદદરુપ બની શકે તેની વિસ્તૃત માહીતી હેતુ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ  કેન્સરની સારવારનું આશાકિરણ કાર્યક્રમ યોજાયો.

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ રકત સંબંધીત જટીલ વિકારો અને લોહીના કેન્સર ધરાવતી વ્યકિતઓ માટે આશાના કિરણ સમાન છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સારવાર દર્દીની કેન્સર સંબંધીત અનેક દુખદ સમસ્યાઓમાં કારગત નીવડી શકે છે. આ સિવાય ઘણા એવા રોગો છે જેમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની મદદથી દર્દી રોગ સામે વિજય મેળવી શકે છે.

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે જનમાનસમાં રહેલા અનેક ખોટા ખ્યાલો અને માન્યતાઓને બદલે બોનમેરોની ઉપયોગીતા અને સત્ય હકિકતો, ટ્રાન્સપ્લાન્ટ પછી ઘ્યાનમાં રાખવા લાયક બાબતો વિગેરે વિશે આ વિષયના ખુબ જ અનુભવી અને ખ્યાતનામ ડોકટર્સ દ્વારા કાર્યક્રમમાં માહીતી પ્રસ્તુત કરવામાં આવી. કાર્યક્રમમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવનાર વિજેતાઓના અનુભવો તેમજ તેમને સહાગભૂત થયેલી અન્ય બાબતો પણ રજુ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં કેન્સર રોગની સારવાર કરતા નિષ્ણાત ડોકટર્સ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એકસપર્ટસ ડો. સંદીપ શાહ અને ડો. સંકેત શાહ એન્ડક્રાઇનોલોજીસ્ટ ડો. નવનીત શાહ બોનમેરો હારવેસ્ટ નિષ્ણાંત ડો. વિશ્ર્વાસ અમીન, ગાયનોલોજીસ્ટ ડો. જયશ્રી શેઠ કાર્યક્રમમાં સહભાગી થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.