Abtak Media Google News

જ્યારે કોઈ પણ વ્યક્તિ હતાશ હોય એટલેકે એ વ્યક્તિ નું કોઈપણ કારણ સાર મૂડ ઓફ થયું હોય ત્યારે તે વ્યક્તિના મનમાં ઘણા જ અલગ – અલગ વિચારો આવવા લાગે છે. અને તે વ્યક્તિ નાની નાની વાત ઉપર પણ ગુસ્સો કરવા લાગે છે. જ્યારે આવી પરિસ્થિતી સર્જાય છે ત્યારે તે વ્યક્તિ પણ માનો મન મુંજાવા લાગે છે.

હતાશા દૂર કરવા માટે યોગ અને મેડિટેશન સહિતની અનેક પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત હવે માત્ર ચીત્રો તમને ફાવે તેવા ચીત્રો દોરીને પણ હતાશામાં ગરક થવાથી બચી શકાય છે.

અમેરિકાની ડ્રેકસીલ યુનિવર્સિટીમાં થયેલ સંશોધન અનુસાર જાણવા મળ્યું કે કળાના કારણે વ્યકિત આનંદ અનુભવે છે. ખાસ કરીને મનને ગમે તેવા ચિત્રો વ્યકિતને ખૂશ કરે છે. અણધડ ચીત્રો દોરવાના કારણે મગજમા રકત પ્રવાહ વધે છે અને વ્યકિતને શાંતિનો અનુભવ થાય છે.

ચિત્રો દોરવથી વ્યકિતની લાગણી અને મોટીવેશનમાં વધારો થાય છે. વ્યકિતને કંઈક સારૂ કર્યું હોવાની ખુશી મળે છે. જે તેને હતાશાથી બચવામાં મદદરૂપ થાય છે. મોટાભાગે ગોટાળા જેવા ચિત્રો દોરવાથી લોકોને વધુ આનંદ અનુભવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.