Abtak Media Google News

પ્રમુખમાં ત્રણ, સેક્રેટરીમાં પાંચ અને આઠ કારોબારીમાં ૨૫ વકીલોએ ઉમેદવારી નોંધાવી

રાજકોટ બાર એસોસીએશન ની તા.૨૧ ડિસેમ્બરના રોજ યોજાનારી ચુંટણીમાં એકટીવ અને સમરસ પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મુરતિયા દ્વારા ઉમેદવારી નોંધાવવા ઘસારો જોવા મળ્યો હતો. જેમાં પ્રમુખ ૩, સેક્રેટરી અનેજોઈન્ટ સેક્રેટરી અને કારોબારીમાં ૨૭ સહિત કુલ ૪૩ ફોર્મ રજુ થયા છે.

વધુમાં બાર એસોસીએશનની ચુંટણીમાં સિનિયર-જુનિયર વચ્ચે જંગ જામશે. જેમાં સિનિયર એડવોકટ દ્વારા સમરસ પેનલ અને જુનિયર એડવોકેટ દ્વારા એકટીવ પેનલ મેદાન ઉતારવામાં આવી છે. સમરસ પેનલ દ્વારા પ્રમુખ તરીકે જિલ્લા સરકારી વકીલ સંજય કે.વોરા, ઉપપ્રમુખ તરીકે એમ.એ.સી.પી.ના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, મંત્રીમાં પરેશ મા‚, સહમંત્રીમાં નિલેશ પટેલ, ખજાનચી અમિત ભગત સામે ફોર્મ ભરનાર મિહીર દવેએ ફોર્મ પાછું ખેંચી લેતા બિનહરીફ બન્યા હતા., લાયબ્રેરીમંત્રી જે.એફ.રાણા, જયારે એકટીવ પેનલમાં બાર એસોના હાલના ઉપપ્રમુખ બકુલ રાજાણીએ પ્રમુખમાં ઝંપલાવ્યું. ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, મંત્રીમાં જીજ્ઞેશજોશી, સહમંત્રી વિકાસ શેઠ અને ખજાચની મિહિર દવે, મહિલા કારોબારીમાં હર્ષાબેન પંઠયા, જનક પંડયા, તુષાર દવે, હરેશ પંડયા, જીજ્ઞેશ સભાડ, મુકેશ ભટ્ટી, મૌશીન ઉન્નડ, વિવેક ધનેશા અને ચૈતન્ય સામાણીએ ફોર્મ ભર્યા છે.

જયારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રમુખ તરીકે વાઘેલા હરિસિંહ મનુભા, વિજય ભટ્ટ, પ્રવિણ પટેલ અને અજય યાજ્ઞિક, પટેલ નિલેશે ફોર્મ ભર્યા છે. પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરીમાં ત્રિપાંખીયો, ઉપપ્રમુખ, લાયબ્રેરી સેક્રેટરી, મહિલા કારોબારીમાં દ્વિ-પાંખીયો જંગ જયારે સેક્રેટરી તરીકે પાંચ એડવોકેટે ફોર્મ ભર્યા છે. ઉપરાંત મહિલા કારોબારીબે સભ્ય મળી નવ બેઠકોમાં ૨૭ કારોબારીમાં ફોર્મ સહિત ૪૩ ફોર્મ રજુ થયા છે. આજે  ખજાનચીમાં દવે મીહીરે ફોર્મ પરત ખેંચી લેતા એક હોદ્દેદાર બિનહરીફ થયા છે જયારે કાલે પણ ફોર્મ પરત ખેંચી શકાશે. બંને પેનલો દ્વારા ફોર્મ પરત ખેંચાવવા મનામણા ચાલીરહી છે. તા.૧૭ ડિસેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે. બાદ બારનો પ્રચાર પડઘમ વાગશે અને તા.૨૧મીના રોજ મતદાન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.